મેઘતાંડવની તસવીરો:બે દિવસમાં મેઘરાજાએ સુરતને ધમરોળ્યું, વરાછાથી લઈને વેસુ સુધી ઠેર-ઠેર જળબંબાકાર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. બે દિવસમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હાલ પણ વરસાદ પડી રહ્યો છે. વરાછાના કાપોદ્રાથી લઈને વેસુના ભગવાન મહાવીર કોલેજ સુધી તમામ જગ્યાઓ પર જળબંબાકાર સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તમામ જગ્યાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે.

ગત રોજ સવારથી સુરત શહેર સાથે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગતરોજ સવારે વરસાદના પગલે કાપોદ્રામાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ રોદ્રરૂપ ધારણ કરી લીધું હતું. રાત્રે 11થી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાત્રે શરૂ થયેલો વરસાદ આજે સવારથી પણ યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે હાલ પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાત્રિના વરસાદના પગલે સવારે પાણી ઓસર્યા ન હતા. જેથી સવારે જ આખું શહેર થંભી ગયું હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...