કોરોના સુરત LIVE:6 દિવસમાં 63 કેસ, 70 પર પહોંચ્યો એક્ટિવ કેસનો આંક, 2 દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205127 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા છ દિવસમાં 63 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 99 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 70 એક્ટિવ કેસ છે. જેમાંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 3 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

શહેરમાંથી ત્રણ વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા 3 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી 10થી વધુ કેસ સામે આવ્યા બાદ ગત રોજ 10થી ઓછા કેસ સામે આવ્યા હતા. ગત રોજ 3 દર્દી કોરોનામુક્ત બન્યા હતા.

202817 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205127 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202817 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

પાલિકા દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે. તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ હંમેશા પરિસ્થિતિ વિપરીત થાય તે પહેલા તેને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી કરવામાં સતર્ક રહે છે. ફરી એક વખત જે લોકોના વેક્સિનના ડોઝ બાકી છે. તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી લે તે જરૂરી છે. પ્રિકોશન સહિતના ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી લેવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે. અત્યાર સુધીના અનુભવના આધારે તમામ પગલાં લેવાના શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...