કોરોના સુરત LIVE:5 દિવસમાં 58 કેસ, આજથી સ્કૂલો શરૂ થતા સ્વૈચ્છિક વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકિંગ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલમાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકિંગ. - Divya Bhaskar
સ્કૂલમાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકિંગ.
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205122 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 98 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 68 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 4 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. આજથી સ્કૂલો શરૂ થઈ છે, ત્યારે સ્કૂલોએ સ્વૈચ્છિક વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકિંગ હાથ ધર્યું છે.

બાળકને શરદી-ખાંસી કે તાવ હોય તો તે તરત જ ડિટેક્ટ
આજે શાળા શરૂ થતાની સાથે જ બાળકોના આરોગ્યની ચિંતાને લઈને શાળા સંચાલકો અને વાલીઓમાં ચિંતા દેખાઈ હતી. કોરોના સંક્રમણ ફરીથી માથું ઊચકે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેટલીક શાળાઓ દ્વારા પોતાની રીતે જ બાળકોના હેલ્થ ચેકિંગ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ થાય છે પરંતુ સમગ્ર શહેરમાં ઝડપથી ચેકિંગ કરવું તેમને માટે પણ મુશ્કેલ બની જતું હોય છે અને તેના માટે સુરતની શારદાયતન શાળા દ્વારા બાળકોના હેલ્થ ચેકિંગ માટેનું પોતાની રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. જો બાળકને શરદી-ખાંસી કે તાવ હોય તો તે તરત જ ડિટેક્ટ થઈ જાય છે. જેથી બાળકને કોરોના સંક્રમણ થાય તે પહેલાં જ પ્રિકોશનના ભાગરૂપે સારવાર આપી શકાય છે.

શહેરમાંથી ચાર વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 કેસ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા 11 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી 10થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગત રોજ 4 દર્દી કોરોનામુક્ત બન્યા હતા.

202814 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205122 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202814 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

પાલિકા દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે. તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ હંમેશા પરિસ્થિતિ વિપરીત થાય તે પહેલા તેને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી કરવામાં સતર્ક રહે છે. ફરી એક વખત જે લોકોના વેક્સિનના ડોઝ બાકી છે. તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી લે તે જરૂરી છે. પ્રિકોશન સહિતના ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી લેવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે. અત્યાર સુધીના અનુભવના આધારે તમામ પગલાં લેવાના શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...