તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની ડ્રાઇવ:સુરતમાં કારની બ્લેક ફિલ્મ કાઢવા ત્રણ દિવસ પોલીસની ડ્રાઇવ, ત્રણ દિવસ બાદ ઝડપાયા તો થશે દંડ

સુરત17 દિવસ પહેલા
ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે પોલીસ કમિશનર સ્પેશિયલ ડ્રાઈવ સફળ થતી જોવા મળી.
  • પોલીસે કાર ચાલકોને અટકાવી બ્લેક ફિલ્મ કાઢી જવા દીધા

આગામી ત્રણ દિવસ સુધી કારની બ્લેક ફિલ્મની ડ્રાઇવ રાખી કેસ કરવાના પોલીસ કમિશનરના આદેશ બાદ આજે અનેક પોઇન્ટ ઉપર પોલીસ અધિકરીઓએ બ્લેક ફિલ્મ લગાડી કારમાં ફરતા લોકોને અટકાવ્યા હતા અને ફિલ્મ કાઢી જવા દીધા હતા. ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે પોલીસ કમિશનર સ્પેશિયલ ડ્રાઈવ સફળ થતી જોવા મળી હતી.

ગુનાહિત પ્રવૃતિઓ રોકવા કારની બ્લેક ફિલ્મ હટાવવા માટે ડ્રાઇવનું આયોજન
શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે. સામે દિવાળી પણ આવી રહી છે. તહેવારો દરમિયાન તોફાની તત્ત્વો બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરતાં હોય છે. તે ઉપરાંત તહેવારોમાં બીજી ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે પોલીસ કમિશનરે કારની બ્લેક ફિલ્મ હટાવવા માટે ડ્રાઇવનું આયોજન કરવા આદેશ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કારમાં બ્લેક ફિલ્મની સંખ્યા પણ વકરી છે.

વાહનચાલકોએ પોતે જ પોતાની કારની બ્લેક ફિલ્મ દૂર નહીં કરે તો પોલીસ ફિલ્મ તો કાઢી જ લેશે પરંતુ દંડ ભરવો પડશે તે નફામાં.
વાહનચાલકોએ પોતે જ પોતાની કારની બ્લેક ફિલ્મ દૂર નહીં કરે તો પોલીસ ફિલ્મ તો કાઢી જ લેશે પરંતુ દંડ ભરવો પડશે તે નફામાં.

કાર ચાલકો જાતે બ્લેક ફિલ્મ દૂર નહીં કરે તો દંડ કરાશે
કેટલાક અકસ્માતોમાં પણ કાર ઉપર બ્લેક ફિલ્મ જોવામાં આવ્યાનું બહાર આવ્યા બાદ મામલો ગંભીર બન્યો છે. ડી.સી.પી. ટ્રાફિક દ્વારા આ મામલે દરેક સેક્ટરના એ.સી.પી.ઓને પણ બનાવી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ સંજોગોમાં વાહનચાલકોએ પોતે જ પોતાની કારની બ્લેક ફિલ્મ દૂર નહીં કરે તો પોલીસ ફિલ્મ તો કાઢી જ લેશે પરંતુ દંડ ભરવો પડશે તે નફામાં.

ચાર મહિના પહેલાં પોલીસ કર્મચારીઓની કારમાંથી પણ બ્લેક ફિલ્મ કાઢી દંડ કરાયો હતો
ચાર મહિના પહેલાં પોલીસે બ્લેક ફિલ્મની ડ્રાઇવ જોરશોરથી શરૂ કરી હતી. પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મચારીઓની કારમાંથી પણ બ્લેક ફિલ્મ ઉતારી તેમને દંડ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ પોલીસ કમિશનર કચેરીમાંથી જ શ્રીગણેશ કરવામાં આવે તેવી માંગ પણ ઊઠી હતી.