• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In One Day In Surat, 67 Complaints Of Violation Of Code Of Conduct Based On Location, 27 Complaints Turned Out To Be The Same, All Were Disposed Of In A Matter Of Minutes.

ઓનલાઈન ફરિયાદોનો મારો:સુરતમાં એક દિવસમાં લોકેશન આધારે આચારસંહિતા ભંગની 67 ફરિયાદ, 27 ફરિયાદ એક સરખી નીકળી, તમામનો ગણતરીની મિનિટોમાં નિકાલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા દિવાલો પર પેન્ટિંગ યથાવત હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. - Divya Bhaskar
કોંગ્રેસ દ્વારા દિવાલો પર પેન્ટિંગ યથાવત હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ સુરત જિલ્લામાં 100થી વધુ ફ્લાઈંગ સ્કવોડની ટીમ કાર્યરત થઈ ગઈ છે. દરમિયાન એક જ દિવસમાં 67 જેટલી ફરિયાદ એપ્લિકેશન પર લોકેશન સાથે કરવામાં આવી હતી. જેમાંથી 27 ફરિયાદો એક સરખી જ હતી. આ ફરિયાદોમાં રાજકીય પાર્ટીના બેનરો, પોસ્ટરો, દિવાલ પરના લખાણ દૂર ન કરાયા હોવાની હતી.

ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ, સ્ટેટીક ટીમ કાર્યરત
વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવવા માટે ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ, સ્ટેટીક ટીમ કાર્યરત કરી દેવાઈ છે. સાથે જ આચારસંહિતાને લઈને બાજ નજર રાખી શકાય અને કોઈ મતદાર સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા સી-વિજિલ એપ્લિકેશન પણ આપવામાં આવી છે.

ઓનલાઈન લોકેશન સાથે 67 ફરિયાદો મળી
ગત રોજ એક જ દિવસમાં સુરત જિલ્લામાં ઓનલાઈન લોકેશન સાથે 67 ફરિયાદો મળી હતી. આ ફરિયાદો મળ્યા બાદ તુરંત જ સંબંધિત અધિકારીને રવાના કર્યા બાદ ફ્લાઈંડ સ્કવોડને મોકલીને જેટલી પણ ફરિયાદ હતી તે તમામ ફરિયાદોનો નિકાલ કરાયો હતો. એપ્લિકેશન પણ અપડેટ કરી દેવામાં આવી છે.

મતદારો પણ જાગૃત થઈ ફરિયાદો કરી રહ્યા છે
એક જ દિવસમાં મળેલી 67 ફરિયાદોમાંથી 27 ફરિયાદ એક જ સરખી હતી. જોકે, ઓનલાઈન ફરિયાદોના મારાના કારણે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, મતદારો પણ જાગૃત થઈ ગયા છે અને ઓનલાઈન એપ્લિકેશન પર ફરિયાદ કરી રહ્યા છે. સુરત જિલ્લાની 16 વિધાનસભામાં 100થી વધુ ફ્લાઈંડ સ્કવોડ ટીમ તૈનાત કરવામાં આવી છે.

સુરત પૂર્વ બેઠક પર આચારસંહિતા ભંગ
રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પરંતુ, આ આચારસંહિતાનો અમલ સુરત પૂર્વ વિધાનસભામાં યોગ્ય રીતે અમલીકરણ થયું ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ વિધાનસભા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા તેમજ અન્ય સરકારી ઈમારતોની ભીંતો પર ભાજપની "વોલ પેઈન્ટિંગ' હજુ યથાવત છે. રંગ ઉપવન અને કોટ સફિલ રોડ સહિત અન્ય સ્થળો પર આપને ભાજપનો પ્રચાર સીધી રીતે સરકારનું વહીવટી તંત્ર કરતું હોય એમ સ્પષ્ટપણે દેખાશે.

નિષ્પક્ષ કામગીરી કરવા રજૂઆત
કોંગ્રેસ નેતા અસલમ સાઇકલવાલાએ ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે, સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપની જાહેરાત થતા પ્રતિકો દેખાઈ રહ્યા છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ આદર્શ આચારસંહિતાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, તો જ નિષ્પક્ષ ચૂંટણી હોય છે. દુ:ખ સાથે કહેવું પડે કે અધિકારીઓ ઘણી વખત પોતાની ફરજ ચુકી જતા હોય છે. પરંતુ, જેટલી બાબતો અમારા ધ્યાન પર આવે છે. એટલી તો અમે ચૂંટણી અધિકારીઓને કહેતા રહીએ, પરંતુ, તેમને પણ પોતાની ફરજને પ્રમાણિકતાપૂર્વક નિભાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...