હવસખોર પિતા:સુરતમાં દુષ્કર્મ આચર્યા બાદ સગી દીકરીને લોહીલુહાણ હાલતમાં પિતા નજીકના દવાખાને લઈ જતાં CCTVમાં કેદ

સુરત7 મહિનો પહેલા
દુષ્કર્મ આચર્યા બાદ દીકરીને દવાખાને લઈને જતો પિતા CCTVમાં કેદ. - Divya Bhaskar
દુષ્કર્મ આચર્યા બાદ દીકરીને દવાખાને લઈને જતો પિતા CCTVમાં કેદ.
  • દીકરી લોહીલુહાણ થતાં આરોપી પિતા નિદોર્ષ બની સ્મિમેર પણ લઈ ગયો હતો
  • પોલીસે પૂછપરછ કરતાં પીડિતા અને બીજી દીકરીએ કહ્યું, પિતાએ જ ખરાબ કામ કર્યું

સુરતમાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમજીવી પરિવારના ઘરમાં ઘૂસી 10 વર્ષની બાળાને પીંખી નાખનારનો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પર્દાફાશ કર્યો છે. ઊલટતપાસ શરૂ કરતાં સગા પિતાએ બાળા સાથે દુષ્કર્મ આચર્યાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી પર બળાત્કાર કર્યા બાદ પિતા નજીકના દવાખાને પણ લઈ ગયો હતો. સીસીટીવીમાં નરાધમ પિતા બાળકીને લોહીલુહાણ હાલતમાં નજીકના દવાખાને લઈ જતો દેખાયો હતો.

સીસીટીવીના કારણે પિતા પર શંકા ગઈ
મૂળ નેપાળનો પરિવાર સરથાણામાં શ્યામધામ મંદિર પાસે રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી રીટા ( નામ બદલ્યું છે), 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો છે. ગુરુવારે પતિ-પત્ની કામ પર ગયાં હતાં. ત્રણેય સંતાન ઘરે હતાં. બપોરે દોઢ વાગે અજાણ્યો શખસ ઘરે આવ્યો હતો. તેણે રીટા સિવાયનાં બાળકોને બાથરૂમમાં પૂરી રીટા પર રેપ કરતાં લોહીલુહાણ થઈ હતી. નાની બહેને દાદીને કહેતાં બધાં સગાં ઘરે આવ્યાં અને રીટાને સારવાર માટે સ્મિમેરમાં લઈ ગયાં હતાં. પોલીસે થોડા અંતરે એક દુકાન બહાર સીસીટીવી ચેક કરતાં પોલીસ ચોંકી હતી. બપોરે 12.07 વાગે પિતા ઘર તરફ જતો દેખાય છે, તેથી પોલીસને શંકા ગઈ હતી.

પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી.
પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી.

પોલીસની પૂછપરછમાં પિતાએ કબૂલાત કરી
પોલીસે ફરી રીટાની પૂછપરછ કરતાં રીટા અને બીજી દીકરીએ કહ્યું કે પિતાએ જ ખરાબ કામ કર્યું છે. તેથી પોલીસે બાળકીના પિતાને ઊંચકી લઈ પૂછપરછ કરીને કહ્યું, તારી દીકરીએ સાચી વાત કરી દીધી અને સીસીટીવીમાં તું દેખાય છે, જેથી તે પડી ભાંગ્યો અને કબૂલાત કરી કે સાહેબ, મુજસે બહુત બડી ભૂલ હો ગઈ હૈં. ઉલ્લેખનીય છે કે દીકરી લોહીલુહાણ થતાં આરોપી પિતા નિદોર્ષ બની સ્મિમેર પણ લઈ ગયો હતો.

બાળકીને નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી.
બાળકીને નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી.

ઊલટતપાસમાં પિતાની દુષ્કર્મની કબૂલાત
દુષ્કર્મનો ભોગ બનનાર રીટાએ નાના ભાઇ બહેનને બાથરૂમમાં પૂરી દઇ લાંબા વાળ અને કાનમાં કડીવાળો યુવાને કુકર્મ કર્યાનું પોલીસને જણાવ્યું હતું, જેથી પોલીસે લાંબા વાળ અને કાનમાં કડીવાળા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ દિવસ દરમિયાન આવી કોઇ વ્યક્તિ નજરે પડી હોવાની વાતને સમર્થન મળ્યું ન હતું. બીજી તરફ સીસીટીવીમાં સવારથી બપોર સુધી મામા અને પિતાની અવરજવર કેદ થઇ હતી. એ મુજબ બે વખત તેના મામા અને પિતા અને ત્રીજી વખત માત્ર તેના પિતા બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરમાં ગયા હતા. જેથી પોલીસે મામા અને પિતાની કડક પૂછપરછ શરૂ કરી હતી. એ અંતર્ગત પિતાએ પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની કબૂલાત કરી લીધી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ચોંકી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ચોંકી ગઈ હતી.

નરાધમ પિતાએ નાની પુત્રીને કહ્યું, બહેનને આંગળીમાં વાગ્યું છે
નિંદ્રાધીન બે સંતાનની હાજરીમાં દુષ્કર્મ કરનાર પિતાએ પોતાની હવસ સંતોષ્યા બાદ રીટાને આ વાત કોઇને કહેતી નહીં એમ કહી ધમકાવી હતી. બીજી તરફ રીટાને ગુપ્તાંગમાંથી બ્લીડિંગ અને અસહ્ય પીડા થતી હોવાથી રડી રહી હતી. જેથી નાનાં બંને ભાઇ-બહેન ઊઠી જતાં પિતાએ નાની પુત્રીને કહ્યું હતું કે જા તારી દાદીને કહી આવ કે બહેનને આંગળીમાં વાગ્યું છે તો લોહી નીકળે છે એમ કહી પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવીથી ભેદ ઉકેલી કાઢ્યો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવીથી ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સપ્તાહ અગાઉ પણ કુકર્મનો પ્રયાસો કર્યો હતો
સગી પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતાએ એક સપ્તાહ પહેલાં પણ રીટા સાથે કુકર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઇક કારણોસર પિતા હવસ સંતોષવામાં સફળ થઇ શક્યો નહોતો. પિતાની હેવાનિયત ભરી હરકત અંગે રીટાએ તેની માતાને જાણ કરી હતી, પરંતુ માતાએ એવું કહ્યું હતું કે તારા પિતા છે, તે આવું કયારેય નહીં કરે એમ કહી રીટાની વાતને અવગણી હતી અને ગુરુવારે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું હતું.