આઇટીની બાજ નજર:IT અને GSTના ડેટા મિસમેચ, 2300 કરોડના વ્યવહાર મળતાં જવાબ મંગાયા

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મામલો થાળે પાડવા ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ડિપાર્ટમેન્ટના ચક્કર કાપવા માંડ્યા
  • ટેક્સ​​​​​​​ છૂટના કેસમાં પણ સવાલો, વ્યવહારો પર આઇટીના સોફ્ટવેરની બાજ નજર

આઈટી અને જીએસટીના ડેટા આપલેના વ્યવહારમાં કેટલાંક કરદાતા ભેરવાયા છે. મિસમેચના આધારે ડિપાર્ટમેન્ટે 2300 કરોડના વ્યવહારો પર બિલોરી કાચ મુકી દીધો છે. જે વ્યવહારો આઇટીમાં બતાવાયા છે તે જીએસટીમાં નથી જ્યારે કેટલાંકે જીએસટીના વ્યવહારો આવકવેરામાં બતાવ્યા નથી. હવે સીએ સમગ્ર મામલો થાળે પાડવા ડિપાર્ટમેન્ટના ચક્કરો કાપી રહ્યા છે. હાલ નિકળેલી નોટિસોના જવાબ આપવામાં આવી રહ્યા છે અને કેટલાંક કેસોમાં ડિપાર્ટમેન્ટની ભૂલો હોવાનું પણ બહાર આવ્યું છે.

ખાસ કરીને જેમાં આઇટીની છુટ છે તેવી બાબતો જીએસટીમાં બતાવી હોવાથી પણ બંને વિભાગમાં રજૂ થયેલાં ડેટામાં મિસમેચ આવી રહ્યા છે. હાલ આઇટીના 12 લાખ અને જીએસટીના 4.50 લાખ ટેડા સ્કેનિંગમાં છે. જ્યારે બે થી અઢી લાખ કરોડના ટર્નઓવરવાળા વ્યવહારો સ્કેનિંગમા છે.

ઓડિટ રિપોર્ટ, ટર્નઓવરમાં મિસમેચ આવે તો નોટિસ
આઇટીના સૂત્રો કહે છે કે હાલ તમામ વ્યવહારો પર નજર છે. વેપારી દ્વારા જીએસટીમાં કેટલાંક રિટર્ન ફાઇલ થાય છે તેની વિગતો મળી રહી છે. ઓડિટ રિપોર્ટ ચેક કરવામા આવી રહ્યા છે. ટર્નઓવર ચેક કરવામાં આવી રહ્યા છે અને જો મીસમેચ આવે તો નોટિસો આપીને જવાબ માગવામા આવી રહ્યા છે.

મોટા વ્યવહારો ITમાં દેખાતા નથી
જીએસટી બાદ ટર્નઓવર વધ્યા છે. કેમકે આઇટીસી લેવાની આખી સિસ્ટમ અને બિલિંગ પ્રોસિજર કે ઇ-ઇનવોઇસને સિસ્ટમમાં ચઢાવવાનું આવતાં છટકબારી બંધ થઈ છે. ટર્નઓવર સાથે ટેક્સ પણ વધ્યો છે અને સુરતમાં જીએસટી કલેક્શન 10 હજાર કરોડ થઈ ગયું છે. અગાઉ જીએસટી કે વેટ પ્રમાણે રિટર્ન ફાઇલ કરતા ન કરાનારા અટવાયા છે.

આઇટીના સોફટવેર આટલું જાણી શકે છે

  • જીએસટીના ડેટા ચકાશે છે
  • ટર્નઓવર જોઇ શકે છે
  • કોની પાસે વધુ ખરીદી કરી
  • કોને વધુ વેચાણ કર્યું
  • કેટલી આઇટીસી માગી અને કેટલી મળી એ જાણી શકે છે
  • ધંધો કયારથી શરૂ કર્યો, કેટલું ટર્નઓવર મળ્યું
  • સ્ટેમ્પ ડયૂટી કેટલી ભરી
  • મિલકતો ખરીદીના ડેટા
  • વિદેશ પ્રવાસની માહિતી
અન્ય સમાચારો પણ છે...