નેતાઓનું બહુમાન:કાપડ પર GST યથાવત રાખવામાં મહત્વનો ભાગ ભજવનાર મંત્રી દર્શના જરદોશ અને પાટીલનું સન્માન, CRએ કહ્યું- ઉદ્યોગને નુકસાન પહોંચાડનાર સામે કડક પગલાં લેવાશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર થતા ઉઠામણા રોકવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છેઃ પાટીલ. - Divya Bhaskar
ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર થતા ઉઠામણા રોકવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છેઃ પાટીલ.
  • ફોસ્ટા દ્વારા નેતાઓનો સન્માનનો સમારોહ યોજાયો

જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર 5% ટકા જીએસટી વધારીને 12% કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ લાંબી લડત બાદ આખરે જીએસટી કાઉન્સિલે આ નિર્ણયને મોકૂફ રાખ્યો છે. ટેક્સટાઈલ વેપારીઓના પ્રશ્નને વાચા આપવા માટે સ્થાનિક ટેક્સ્ટાઇલ મંત્રી દર્શના જરદોશ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા રજૂઆત કર્યા બાદ વેપારીઓને રાહત થતાં આજે ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ એસોસિએશન દ્વારા તેમનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ વચ્ચે પણ વેપારીઓએ આખરે સ્થાનિક નેતાઓનો સન્માન આ સમારોહનું આયોજન કરી જ નાખ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટમાં એક ચોક્કસ ગેંગ સક્રિય છે જે સ્થાનિક અધિકારીઓ સાથે મેળાપીપણા કરીને ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમની સામે કડક પગલાં લેવાશે.

લેભાગુ ગેંગને છોડવામાં નહીં આવે
કાર્યક્રમમાં સીઆર પાટીલે મહત્વના પ્રશ્નને મૂકતાં કહ્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર ઘણા સમયથી ઉઠામણા થઈ રહ્યા છે તેને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. લેભાગુતત્વો થોડા દિવસ માટે ખોટી રીતે મકાન ભાડા પર રાખે છે અને દુકાન પણ ભાડેથી લઈ લે છે. થોડા સમય માટે વિશ્વાસ જીત્યા બાદ તેઓ કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને રફુચક્કર થઇ જાય છે. આ પ્રકારની એક આખી ગેંગ ટેક્સટાઈલ ઉદ્યોગમાં સક્રિય છે. આવી લેભાગુતત્વોને ગેંગને સ્થાનિક અધિકારીઓનો સહકાર મળતો હોવાનું પણ ધ્યાન પર આવી રહ્યું છે. આથી આગામી દિવસોમાં અધિકારીઓ સામે અને આ લેભાગુતત્વો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેને માટે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આવી ગેંગને ઝડપી પાડવામાં આવશે.

શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરતા સફળતા મળીઃ દર્શના જરદોશ.
શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરતા સફળતા મળીઃ દર્શના જરદોશ.

કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ કામદારોને મળશે
રાજ્યકક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે વેપારીઓએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરતા આખરે આ નિર્ણય લેવાયો છે તેના માટે તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ. આ ઉદ્યોગમાં દેશભરમાં અસંગઠિત કામદારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. વડાપ્રધાન દ્વારા અસંગઠિત કામદારો માટે પોર્ટલ બનાવીને તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કરીને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ આ અસંગઠિત કામદારોને મળી શકે.