કાર્યવાહી:કારના કાચ પર ડાર્ક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટવાળા 4538 વાહનચાલકો દંડાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશિયલ ડ્રાઈવ રાખી 10 દિવસમાં 20 લાખનો દંડ વસુલ્યો

ડાર્ક ફિલ્મ ચોંટાડી કાર હંકારનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવી વાહન હંકારનારાઓ વિરુદ્ધ પોલીસે 10 દિવસ સુધી ખાસ ડ્રાઈવ રાખી હતી. પોલીસે કુલ 20.55 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરીર તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા પોલીસે ડાર્ક ફિલ્મ ચોંટાડેલી કાર અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવનારાઓ વિરુદ્ધ ખાસ ડ્રાઈવ રાખી હતી.

આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે આવું કરતા હોય છે. તેથી પોલીસે 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ખાસ ડ્રાઈવ રાખી હતી. તેમાં ડાર્ક ફિલ્મના 3350 કેસ કર્યા હતા. તેમાં પોલીસે કુલ 16.75 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેમજ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ 1188 કેસ કરીને તેમની પાસેથી 3.80 લાખ રૂપિયા વસૂલ્યા હતા. આગળ હજી અલગ-અલગ ડ્રાઈવ રાખવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...