તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામર્થ્ય:પિતા પડખે હતા એટલે ડાંગની યુવતી બોલિવૂડ સુધી પહોંચી શકી

ચનખલ, ડાંગ2 મહિનો પહેલાલેખક: ધીરેન્દ્ર પાટીલ
 • કૉપી લિંક
મોનાલીસા પટેલની તસવીર - Divya Bhaskar
મોનાલીસા પટેલની તસવીર

બોલિવૂડમાં સ્થાન મેળવવાના સપનાં માત્ર અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોના યુવાનો જ નહીં પણ અંતરિયાળ ગામડાંના યુવાનો પણ જોતા હોય છે. પણ સ્વજનોના સપોર્ટ વિના ઘણા પ્રતિભાશાળી યુવાનો આગળ વધી શકતાં નથી. પણ ડાંગની મોનાલીસા પટેલનો કિસ્સો અપવાદરૂપ છે. આહવાથી 10 કિમી દૂર ચનખલ ગામની વતની 22 વર્ષીય મોનાલીસાએ બોલિવૂડમાં સ્થાન મેળવવાનું પોતાનું સપનુ સાકાર કર્યું છે.

આ સ્થાને પહોંચાડવામાં તેના પિતા અનિલ પટેલનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. મોનાલીસાએ પોતાના વતનમાં ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો હતો. ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરી ચૂકેલા પિતા અનિલ પટેલ દીકરીની ધગશને સારી રીતે સમજી શકતા હતા તેથી પુત્રીને મુંબઈ મોકલી હતી. અનિલ પટેલે જણાવ્યું હતું કે મારી દીકરીને શરૂઆતથી જ અભિનયમાં રસ હતો. તેની ઈચ્છા પુરી થાય એટલે હું કંઈ પણ કરવા માટે તૈયાર હતો. ટૂંકા ગાળામાં નામ બનાવી લીધું છે.

ચિલ્લર પાર્ટી -ગુડ રોડમાં કામ કર્યું
મોનાલીસાએ ચિલ્લર પાર્ટી અને ગુડ રોડ જેવી ફિલ્મોમાં પ્રોડક્શન-ડિરેક્શન ટીમમાં કામ કર્યું છે. જેમાંથી ‘ગુડ રોડ’ મૂવી 86મા ઓસ્કાર એવોર્ડમાં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણી માટે ભારતની એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. આમિર ખાન અભિનિત સોંગના ફિલ્માંકનની ટીમમાં પણ તે સામેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો