તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીનો અમૃત મહોત્સવ:ઓલપાડના એરથાણમાં દાંડીકૂચનું સ્વાગત, ગાંધીજીએ ગામની માટી મસ્તકે લગાવી ઉંચ-નીચના ભેદ દૂર કર્યાના પ્રસંગો લોકોએ વાગોળ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્વધર્મ સમભાવ, સ્વાવલંબન, નિકટતા, બંધુતાની ભાવના જનસામાન્ય સુધી પહોચે તે આ દાંડી-યાત્રા નીકળી છે. - Divya Bhaskar
સર્વધર્મ સમભાવ, સ્વાવલંબન, નિકટતા, બંધુતાની ભાવના જનસામાન્ય સુધી પહોચે તે આ દાંડી-યાત્રા નીકળી છે.
  • વર્ષ 1930માં ગાંધીજીએ એરથાણ ગામની આંબાવાડી અને ગામખડી ગામે વિસામો કર્યો હતો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે સવારે ઓલપાડ તાલુકાના ઉમરાછીથી નીકળી બપોરે એરથાણ ગામે આવી પહોચી હતી. ગ્રામજનોએ યાત્રીઓનું ફુલહાર, સૂતરની આંટીથી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ અગાઉ 1930માં ગાંધીજીએ એરથાણ ગામની માટી મસ્તક પર લગાવીને ઉંચ-નીચના ભેદભાવ દૂર કર્યાં હતાં.

માજી સરપંચ ચીમનભાઈ પટેલે જણાવ્યું કે, તે વખતે ઘરેથી ઘરેથી ભોજન બનાવીને દાંડીયાત્રાળુ માટે લઈ જવાયું હતું.
માજી સરપંચ ચીમનભાઈ પટેલે જણાવ્યું કે, તે વખતે ઘરેથી ઘરેથી ભોજન બનાવીને દાંડીયાત્રાળુ માટે લઈ જવાયું હતું.

ગામ લોકો જમવાનું લાવ્યા હતા
એરથાણના 79 વર્ષીય માજી સરપંચ ચીમનભાઈ પટેલે જણાવ્યું કે, મારા પિતાજી ઘેલાભાઈ નાથુભાઈ પટેલ ગાંધીજીના આગમન સમયે 22 વર્ષના હતા. તેઓ કહેતા હતા કે, ગાંધીજી ઉનાળાના ધોમધખતા તાપમાં અમારા ગામમાં આવ્યા હતા. એરથાણ ગામમાં તળાવના કિનારે આંબાવાડી તથા ગામખડી ખાતે દસેક આંબાના ઝાડ અને ચારેક જાંબુડાના વૃક્ષોના છાંયડામાં ગાંધીજીએ વિશ્રામ કર્યો હતો. આ ગામની માટી પોતાના મસ્તક પર લગાવીને ઉંચ-નીચના ભેદભાવ દુર કર્યા હતા. ગામના દરેક લોકોએ ઘરેથી રોટલા અને શાક લાવીને બાપુ તથા દાંડીયાત્રિકોને જમાડયા હતા. ત્યારથી ગામલોકો યાત્રાળુને જમાડે છે. અગાઉ ઓસ્ટ્રેલિયન દંપતિ જેમ્સ થોમસ, એક તિબેટીયન નાગરિકોના સમૂહ દ્વારા પણ યાત્રા યોજવામાં આવી હતી.

અમદાવાદથી પત્રયાત્રામાં જોડાયેલા નૈતિક દેસાઈએ જીવનનો અમુલ્ય લ્હાવો યાત્રાને કહ્યો છે.
અમદાવાદથી પત્રયાત્રામાં જોડાયેલા નૈતિક દેસાઈએ જીવનનો અમુલ્ય લ્હાવો યાત્રાને કહ્યો છે.

યાત્રિકોએ ધન્યતાની લાગણી અનુભવી
79 પદયાત્રીઓ સાથે નીકળેલી યાત્રા આજે એરથાણ ખાતે આવી પહોચી હતી મુળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કંડોલી ગામના નૈતિક એચ. દેસાઈ જે અમદાવાદથી પદયાત્રી તરીકે જોડાયેલા છે તેઓ પોતાના અનુભવો વર્ણવતા કહે છે કે, મારા જીવનના આ અવિસ્મરણીય દિવસો છે. વર્ષો પહેલા જે રસ્તેથી ગાંધીજી ચાલ્યા હતા તે રસ્તા, ગામોમાં થઈને આજે અમે ચાલી રહ્યા છે. ગામે ગામ અમારૂ અંતરના ઉમળકાથી ફુલો વરસાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો જન જન સુધી પહોચે તેમજ લોકોમાં સર્વધર્મ સમભાવ, સ્વાવલંબન, નિકટતા, બંધુતાની ભાવના જનસામાન્ય સુધી પહોચે તે આ દાંડી-યાત્રાનો ઉદ્દેશ છે.

ધોમધખતા તાપમાં પણ યાત્રાળુઓ ગાંધીજીની યાદોને તાજી કરી રહ્યાં છે.
ધોમધખતા તાપમાં પણ યાત્રાળુઓ ગાંધીજીની યાદોને તાજી કરી રહ્યાં છે.

ગામના બાળકોએ વેશભુષા ધારણ કરી
એરથાણ ગામની નાની વયની સંસ્કૃતિ પટેલ ભારતમાતાની વેશભુષા ધારણ કરીને દાંડી-યાત્રામાં જોડાઈ હતી. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી સંસ્કૃતિ કહે છે કે, અનેક વીરોએ પોતાના બલિદાનો આપ્યા બાદ દેશને મહામુલી આઝાદી મળી છે, ત્યારે ભારતમાતાનો વેશ ધારણ કરતા અનહદ આનંદની અનુભૂતિ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો