તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય, વીર શહીદોના સપનાના ભારતના નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા સવારે સાયણથી નીકળ્યા બાદ બપોરે સુરત શહેરમાં વરીયા ટી-પોઈન્ટ ખાતેથી આવી પહોચી હતી. જયાં સુરત મહાનગરપાલિકાના ડે.મેયર દિનેશ જોધાણી સહિતના પદાધિકારીઓ તથા સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુતરની આટી પહેરાવી દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરીને દાંડીયાત્રામાં જોડાયા હતા.
અધિકારી પદાધિકારી જોડાયા
ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે નાની બાળાઓ, છાપરાભાઠાના ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને દાંડીયાત્રાઓનું સ્વાગત કર્યું હતું.આઝાદીના અમૃત મહોત્સવ વેળાએ સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પૂર્ણીમાબેન, અગ્રણી નિરંજનભાઈ ઝાઝમેરા, કોર્પોરેટર ગીતાબેન સોલંકી, ભાવીશાબેન પટેલ, અજીત પટેલ, રાજેન્દ્ર પટેલ, આસીસ્ટન્ટ કમિશનર ગાયત્રીબેન જરીવાલા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીજીને સાંભળવા 6 હજાર લોકો આવેલા
વર્ષ 1930માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું 1મી એપ્રિલ, 1930ના રોજ ચોર્યાસી તાલુકાના છાપરાભાઠા ગામે આવી પહોચી હતી. એ સમયે ગામની વસ્તી 750ની હતી, પરંતુ ગાંધીજીને રૂબરૂ નિરખવા અને સાંભળવા માટે છ હજાર લોકો એકઠાં થયા હતા. આગલા દિવસે દેલાડમાં સોમવાર હોવાથી ગાંધીજીનો મૌનવાર હતો. જેના બીજા દિવસે મંગળવારે ગાંધીજીનું છાપરાભાઠા ગામમાં આગમન થયું હતું. ગામમાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, ખુરશેદ બહેન તેમજ મૃદુલાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
ગાંધીજીના ભાષણના અંશ
છાપરા ભાઠા ગામે ગાંધીજીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેદીઓને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. જેલર જ્યાં બેસાડે ત્યાં બેસવું, ફેરવે ત્યાં ફરવું અને સુવાડે ત્યાં સૂવું. અત્યારે મારી પણ એવી જ સ્થિતિ છે. જુદા જુદા તાલુકાની કોંગ્રેસના પ્રમુખો મારા જાણે જેલર થઈને બેસી ગયા છે. અને તેઓ જેમ બેસાડે, સુવાડે અને ખવડાવે તેમ મારે કરવું રહ્યું છે. એકથી બીજી જગ્યાએ જેલરો બદલી કરે ને કબજો લે તેવા જ આજે મારા હાલ થયા છે. કાલ સુધી કાનજીભાઈ હતાં, આજે ઘીયા આવ્યા વળી બીજા તાલુકામાં બીજા જેલર આવશે. આ તાલીમ મારે માટે સારી છે, હું રોજ આ સરકાર મને પકડતી નથી એમ કહું છું. પણ વાઘ આવતો નથી. છાપાવાળા તો લખે છે કે, હું જેલ જવા તલપી રહ્યો છું. આ વાતમાં અર્ધસત્ય છે. કાયદાભંગ કરનારને નસીબે જેલ તો હોય જ. એટલે અર્ધસત્ય, બાકી જેલમાં જવા હું મુદ્દલ તલપી નથી રહ્યો. સરદાર ગયા પછી હું શું કામ જાઉં ? મેં સરદારને એકવાર કહ્યું હતું કે, તમારી રેખામાં જેલ નથી, હું તો અનેકવાર જઈ ચૂક્યો છું એટલે તમે બહાર રહેજો. પણ ઈશ્વરની ઈચ્છા જુદી હતી. સરકાર તેમને પહેલાં લઈ ગઈ. એમના 3 મહિનાના બે મહિના કરાવી શકીએ ત્યારે આપણા પ્રયત્નો ખરા કહી શકાય.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.