તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Celebration Of Dandi Yatra From Bardoli, The Land Of Satyagraha, Minister Ishwarbhai Parmar Said, The Story Of Freedom Fighters Will Be Passed On To The Next Generation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીનો અમૃત મહોત્સવ:સત્યાગ્રહની ભૂમિ બારડોલીથી દાંડી યાત્રા પર્વની ઉજવણી, મંત્રી ઈશ્વરભાઈ પરમારે કહ્યું, સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથા આવનારી પેઢી સુધી પહોંચાડાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ દાંડીયાત્રાનું દ્રશ્ય ખડુ કર્યું હતું. - Divya Bhaskar
બારડોલી ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ દાંડીયાત્રાનું દ્રશ્ય ખડુ કર્યું હતું.
  • સુરત જિલ્લામાં તા.28મી માર્ચથી 3જી એપ્રિલ દરમિયાન દાંડી-યાત્રા પરિભ્રમણ કરશે

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમારે 'આઝાદીના અમૃત મહોત્સવ'નો પ્રારંભ કરાવ્યો હતો.હરીપુરામાં આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

હરીપુરામાં મંત્રી કાનાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
હરીપુરામાં મંત્રી કાનાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રપુરૂષોને યાદ કરાયા
ટાઉનહોલ ખાતે આયોજિત મહોત્સવને સંબોધન કરતા મંત્રી પરમારે જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ પોતાના બલિદાનોને આપ્યા છે. 75 વર્ષની ભવ્ય ઉજવણીથી તેમના બલિદાનો-સ્વાભિમાનની ગાથાથી આવનારી પેઢી સંસ્કારિત-પ્રેરિત થશે. રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને યાદ કરીને આઝાદીના 75 વર્ષમાં ભારત કયા પહોચ્યું અને આગામી 25 વર્ષમાં વિશ્વગુરૂ બનાવવાના લક્ષ્ય સાથે ભવ્ય ભારતના નિર્માણ માટે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરી હતી. આપણા જિલ્લામાં દાંડી-યાત્રા પ્રવેશે ત્યારે બહોળી સંખ્યામાં લોકોને જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

બારડોલીમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારે 'આઝાદીના અમૃત મહોત્સવ'નો પ્રારંભ કરાવ્યો હતો
બારડોલીમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારે 'આઝાદીના અમૃત મહોત્સવ'નો પ્રારંભ કરાવ્યો હતો

આઝાદીનો ઉત્સાહ પુનઃ જીવંત થશે
જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે સ્વાગત પ્રવચન કરી આઝાદીના 75 વર્ષમાં ભારત દેશે અનેકક્ષેત્રોમાં પ્રગતિ કરી છે આવનારા વર્ષોમાં લક્ષ્યાંકો નક્કી કરીની દેશને વધુ પ્રગતિના પંથે લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના ઉમંગ અને ઉત્સાહ પુનઃજીવિત થાય તેવા આશયથી યોજવામાં આવેલી દાંડીયાત્રા સુરત જિલ્લામાં પરિભ્રમણ કરે ત્યારે સૌ કોઈને જોડાવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

બારડોલીમાં ગાંધીજી અને સરદાર પટેલના સંસ્મરણો વાગોળાયા હતાં.
બારડોલીમાં ગાંધીજી અને સરદાર પટેલના સંસ્મરણો વાગોળાયા હતાં.

ગાંધીજી 20 વાર બારડોલી આવેલા
આ વેળાએ સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, ગાંધી વિચારોએ અનેક લોકોને માટીમાંથી મર્દ બનાવ્યા છે. તેમણે ગાંધીજીના આફ્રિકાથી લઈ અનેક આંદોલનો, સત્યાગ્રહો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. સ્વરાજ આશ્રમના નિરંજનાબેને જણાવ્યું હતું કે, ગાંધીજી સાથે બારડોલીનો અનોખો નાતો રહ્યો છે. ગાંધીજીએ બારડોલીની 20 વાર મુલાકાત લીધી હતી. આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાના બલિદાનો આપ્યા છે ત્યારે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આગામી વર્ષોમાં ભારત દેશ ’વિશ્વ ગુરૂ બને તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો