સુરત સત્તાનો સંગ્રામ LIVE:ભાજપ-કોંગ્રેસમાં ડેમેજ કન્ટ્રોલ કરવા કવાયત, ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલયોના ઉદઘાટન કર્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી કાર્યાલયના ઉદઘાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. - Divya Bhaskar
ચૂંટણી કાર્યાલયના ઉદઘાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં મોટાભાગના ઉમેદવારોને ટિકિટો ફાળવી દેવામાં આવી છે. જેથી હવે ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે. તો બીજી તરફ ભાજપ-કોંગ્રેસ જેવા મોટા પક્ષોમાં ટિકિટ ન મળી હોય તેવા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ ચૂંટણીના મતદાનમાં આડો ન આવે તે માટે બન્ને પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઉમેદવારો દ્વારા મધ્યસ્થ કાર્યાલયો પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે.

ડેમેજ કેન્ટ્રોલની કવાયત
ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પંડિત દિન દયાલ ભવન ભાજપ કાર્યાલય ઉધના ખાતે આવ્યાં છે. જ્યાં તેઓ કાર્યકરો અને નેતાઓને સાંભળીને તેમની સાથે મેરેથોન મિટીંગો પણ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના વાસનિક પણ સુરત આવ્યા છે. તેમણે પણ હોટલમાં કોંગ્રેસના નેતાઓને મળીને વિરોધ ખાળવા માટેના પ્રયાસો તેજ કર્યાં છે.

નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા
સુરતમાં પાસ કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલ દ્વારા નીતિન ઘેલાણીને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. પાસના 40થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં. સાથે જ સુરતમાં વસતા 400 લોકો ભાવનગર જિલ્લાના પણ ભાજપમાં જોડાયાં હતાં. ભાજપ દ્વારા પાટીદારોના ગઢમાં આપને ઘેરવાનો આ રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે.

કાર્યાલયના ઉદઘાટન
સુરતમાં ટિકિટો મળતાં હવે ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે કાર્યાલયોના ઉદઘાટન કરી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો દ્વારા કાર્યાલય ખોલવામાં આવી રહ્યાં છે. 166-કતારગામ વિધાનસભાના આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વડલા સર્કલ, આંબાતલાવડી ટુ ગજેરા સ્કુલ રોડ, હાથી મંદીર પાસે, કતારગામ ખાતે થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...