આયોજન:શહેરની 450 કંપનીમાં રોજની 40 કિલો સોનાની જ્વેલરીનું પ્રોડક્શન, દોઢ વર્ષ બાદ માંગ વધતાં પ્રોડક્શન 3 ગણું વધ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓમાં દૈનિક 12થી 15 કિલોની જ્વેલરી બને છે, દેશભરમાં સુરતની જ્વેલરીની માંગ વધતાં ઉત્પાદન વધ્યું
  • હીરા પછી જ્વેલરીમાં તેજી, પ્રમોશન માટે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન 27થી 29 નવેમ્બર જ્વેલરી શોનું આયોજન કરશે

વિશ્વભરમાં કોરોના નરમ પડતાં હાલમાં બજારો ખુલી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં દિવાળી અને લગ્નસરાની સિઝ્ન આવી રહી હોવાથી વિવિધ પ્રકારની જ્વેલરીની ડિમાન્ડમાં ખુબ જ મોટો ઉછાળો આવ્યો છે. જેના કારણે શહેરની મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા સમયસર પ્રોડક્શન પૂરું કરવા માટે ઓવર ટાઈમ પણ કરવામાં આવી રહ્યા છે.

જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, દોઢ વર્ષ પછી જ્વેલરીની ડિમાન્ડમાં સૌથી વધારો નોંધાયો છે. કોરોનાકાળમાં તમામ કંપનીઓ મળીને અંદાજે 15 કિલો સોનામાંથી જ્વેલરી બનાવતી હતી પરંતુ હાલ શહેરની 450 જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ મળીને રોજ અંદાજે 40 કિલો સોનાની જ્વેલરી બનાવી રહી છે.

ડાયમંડ-ટેક્સટાઈલ પછી સુરત હવે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સિટી તરીકે પણ ઓળખાશે
ડાયમંડ અને ટેક્સટાઈલ પછી સુરત હવે જ્વેલરી મેન્યુફેચરિંગ સિટી પણ બનવા તરફ જઈ રહ્યું છે. કારણ કે, સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સતત વધી રહી છે. હાલ શહેરમાં 450 જેટલી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કાર્યરત છે. જેમાંથી અમુક કંપનીઓ લેબગ્રોન ડાયમંડમાંથી પણ જ્વેલરી તૈયાર કરી રહી છે.

જ્વેલરી શોમાં દેશના 150થી વધારે મેન્યુફેક્ચરર્સ ભાગ લેશે
​​​​​​​સુરતમાં બનતી જ્વેલરીને પ્રમોટ કરી શકાય તે માટે પણ સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા 27થી 29 નવેમ્બરના રોજ ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિબીશન હોલમાં સુરત જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150થી વધારે જ્વેલર્સો ભાગ લેશે. દેશના તમામ રાજ્યોમાંથી શોરૂમ્સ ઓનર્સો ભાગ લેશે. જેમાં માત્ર શોરૂમ્સના માલિકો જ ખરીદી કરવા માટે આવી શકશે. સ્ટોલ માટે હાલમાં ઓવર બુકિંગ થઈ ગયું હોવાનું પણ એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.

જ્વેલરી બનાવતા મશીનો પણ મૂકાશે
​​​​​​​સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા યોજાનાર જ્વેલરી શોમાં લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી, નેચરલ ડાયમંડમાંથી બનતી જ્વેલરી અને જ્વેલરી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરીઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે.’

હાલમાં આખા વર્ષનો 40 ટકા બિઝનેસ
દિવાળી અને લગ્નસરાની સિઝનને કારણે પણ જ્વેલરી માર્કેટમાં તેજી છે. તમામ પ્રકારની જ્વેલરીઓની ડિમાન્ડ છે. સુરતમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં જ્વેલરી મોકલાય છે. સાથે વિશ્વના અનેક દેશોમાં પણ જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવે છે. આખા વર્ષમાંથી દિવાળીથી ક્રિસમસ સુધીમાં 40 ટકા બિઝનેસ થતો હોય છે. કોવિડ પછી મેરેજ સિઝન પણ ખુલી જેના કારણે જ્વેલરીની ડિમાન્ડ વધી છે.’ > નૈનેષ પચ્ચીગર, ઈબ્જા, ચેરમેન

​​​​​​​પહેલાં વેપારીઓમાં ત્રીજી લહેરનો ડર હતો
હાલ જ્વેલરીના ડિમાન્ડમાં વધારો છે. તમામ પ્રકારની જ્વેલરીઓની ડિમાન્ડ વધારો છે. કોરોનાકાળમાં ત્રીજી લહેર આવવાની આશંકાએ શોરૂમ્સના ઓનરોએ જ્વેલરી ખરીદી ન હતી પરંતુ હવે તેઓ પણ દાગીનાની ખરીદી કરી રહ્યા છે. એટલ માટે ડિમાન્ડ છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ડિમાન્ડ છે. > જયંતી સાવલિયા, જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, પ્રમુખ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...