તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ ઇચ્છા અધૂરી જ રહી!:‘પપ્પા, હવે આપણે પ્લેનમાં હજ પઢવા જવું છે’, કહ્યું ને ક્ષણભરમાં પુત્રનું અકસ્માતમાં મોત

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મો.મુનજીર - Divya Bhaskar
મો.મુનજીર
  • હઝીરા પાસે રસ્તામાં ઊભેલી ટ્રકમાં બાઇક ઘૂસી, માતા-પિતા ગંભીર, 2 પુત્રીનો બચાવ

પપ્પા, જહાજમાં તો બહુ મજા આવી, તમે મને ટ્રેનમાં પણ બેસાડ્યો, હવે પ્લેનમાં હજ પઢવા કયારે લઈ જશો? તો પિતાએ કહ્યું, થોડા પૈસા ભેગા કરીએ પછી સાથે જઈશું. બસ, આટલી વાત કરી એટલામાં રસ્તામાં ઊભેલી હાઇવા ટ્રકમાં પિતાએ બાઇક ધકેલતાં પુત્રનું મોત થયું છે, જ્યારે દંપતીને ગંભીર ઈજા અને બે નાની દીકરીનો બચાવ થયો હતો. બાઇક પર દંપતી સહિત 5 જણ જતાં હતાં. વધુમાં બાઇકચાલક ઈરફાન હૈદર હુસૈન બુખારી ભાવનગરના મહુવામાં સાદર કોલોની સામે રહે છે.

રો રો ફેરીમાં હઝીરા આવતી વેળા બાળકની પરિવાર સાથેની અંતિમ તસવીર.
રો રો ફેરીમાં હઝીરા આવતી વેળા બાળકની પરિવાર સાથેની અંતિમ તસવીર.

14મી તારીખે ઈરફાન પત્ની, 6 વર્ષના પુત્ર અને દોઢ વર્ષની અને 6 મહિનાની દીકરીને ઘોઘાથી જહાજમાં બેસાડી સુરત લઈ આવ્યો હતો. સુરતમાં જહાજમાંથી બાઇક લઈ ઈરફાન પત્ની અને 3 સંતાનોને લઈ સુરતમાં સંબંધીને ત્યાં જવા નીકળ્યો હતો. એટલામાં રસ્તામાં હજીરા એનટીપીસી બ્રિજ પાસે ઊભેલી હાઈવા ટ્રકમાં પાછળથી બાઇક અથડાયું હતું, જેને કારણે દંપતી અને 6 વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જયાં 6 વર્ષના મોહંમદ મુનજીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક ધો-2માં મહુવા ખાતે ભણતો હતો. ઈચ્છાપોર પોલીસે ઈરફાનની ફરિયાદ લઈ હાઇવા ટ્રકના ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

જહાજમાં ફરીને બાળકે પિતાને બહુ મજા આવી હોવાનું કહ્યું હતું.
જહાજમાં ફરીને બાળકે પિતાને બહુ મજા આવી હોવાનું કહ્યું હતું.

સેલવાસમાં દરગાહ પર જવાની ઈચ્છા અધૂરી રહી
શાળામાં હાલમાં 3 દિવસની છુટ્ટી હતી, જેથી પુત્રએ પિતાને કહ્યું- પપ્પા, જહાજમાં ફરવા જવું છે. તમે તો જહાજમાં સુરત જાઓ છો, પણ અમને એકવાર લઈ જાઓ, આથી પિતા ઘોઘાથી જહાજમાં પરિવાર સાથે સાંજે હઝીરા આવ્યા હતા. સુરત આવી સંબંધીને ત્યાંથી બસમાં સેલવાસમાં દરગાહ પર જવાના હતા, પરંતુ એ પહેલાં જ અકસ્માત નડી ગયો હતો. રાત્રિનો સમય હોય ઉપરથી ચાલકે હાઇવા રસ્તાની વચ્ચે ઊભી રાખી હતી.

6 વર્ષના મોહંમદ મુનજીરની આ તસવીર છેલ્લી બની.
6 વર્ષના મોહંમદ મુનજીરની આ તસવીર છેલ્લી બની.
મોહંમદ મુનજીરની દરગાહ પર જવાની ઈચ્છા અધૂરી રહી.
મોહંમદ મુનજીરની દરગાહ પર જવાની ઈચ્છા અધૂરી રહી.