ગાર્ડન સમિતિમાં દરખાસ્ત:ડભોલી લેક ગાર્ડનને 2.13 કરોડના ખર્ચે ડેવલપ કરાશે, તળાવમાં પાળાનું ધોવાણ થતું અટકશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજ મંજૂર કરવા ગાર્ડન સમિતિમાં દરખાસ્ત

મહાનગર પાલિકા દ્વારા ડભોલી ખાતે આવેલ 13 વર્ષ જૂના લેક ગાર્ડનને ડેવલપ કરવા આયોજન કરવામાં આવ્યું છે. 2.13 કરોડના ખર્ચે આ લેક ગાર્ડનને ડેવલપ કરાશે. કતારગામ વિસ્તાર સ્થિત ડભોલી લેક ગાર્ડનનું પાલિકા દ્વારા રિડેવલપમેન્ટ કામગીરી કરાશે. જે માટે કુલ 2.13 કરોડના અંદાજના ખર્ચની દરખાસ્ત ગાર્ડન વિભાગ સમક્ષ મુકવામાં આવી છે.

કતારગામ વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. 51(ડભોલી), ફા.પ્લોટ નં. 121 અને 149 ખાતે આવેલા ડભોલી સ્થિત નવલકાર પન્નાલાલ પટેલ લેક ગાર્ડન 2009માં લોકાર્પણ કરાયું હતું. ડભોલી લેક ગાર્ડન કુલ 18,681 ચો.મી વિસ્તારમાં છે. આ લેક ગાર્ડનમાં ચોમાસામાં તળાવના માટીના પાળાનું ધોવાણ થાય છે. જેથી આ લે-ગાર્ડનને રી-ડેવલપ કરવાનું આયોજન કરાયું છે.

જેથી હવે રીડેવપમેન્ટ કામગીરી અંતર્ગત તળાવના પાળાના પ્રોટેક્શન માટે ગેબીયન લેવીંગની કામગીરી કરાશે. તેમજ અન્ય સીવીલ અને ઈલેક્ટ્રીફીકેશન કામો પણ કરાશે. જે માટે કુલ રૂા. 2.13 કરોડનો અંદાજ ગાર્ડન સમિતિમાં મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...