તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેળસેળ થતી અટકાવવા નિર્ણય:‌‌BDBની એજીએમમાં સિન્થેટિક ડાયમંડ ટ્રેડિંગને શરતી મંજૂરી અપાઈ, ટ્રેડિંગ કરનારે અલગથી રજિસ્ટ્રેશન સહિતની ગાઈડલાઈન નક્કી કરાશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભારત ડાયમંડ બુર્ઝ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ભારત ડાયમંડ બુર્ઝ - ફાઇલ તસવીર

28મી ડિસેમ્બરે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ(બીડીબી)ની એજીએમ મળી હતી. જેમાં સિન્થેટિક ડાયમંડના ટ્રેડિંગને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં આવનારા દિવસમાં કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરાશે. છેલ્લાં ઘણાં વખતથી સિન્થેટિક ડાયમંડની ભેળસેળના કારણે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝને અસર વર્તાતી હોવાની ચર્ચા ઉઠી હતી. જોકે, વર્ષ 2019થી ડાયમંડ માઈનીંગ કંપની દ્વારા લાઈટવેઈટ સિન્થેટિક ડાયમંડ જ્વેલરીનું વેચાણ શરૂ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, એકમાત્ર યુએસમાં જ અદાજે 50 ટકા જેટલું સિન્થેટીક ડાયમંડ અને તેની જ્વેલરીનું માર્કેટ ઉભું થયું છે. તા.28મી ડિસેમ્બરે મળેલી બીડીબીની એજીએમમાં 5 વર્ષ પછી સિન્થેટીક ડાયમંડના ટ્રેડિંગ પર મુકવામાં આવેલો પ્રતિબંધ ઉંચકી લેવામાં આવ્યો છે. જીજેઈપીસીના એક અહેવાલ પ્રમાણે, બીડીબીના વીપી મેહુલ શાહ જણાવે છે કે, બુર્સ દ્વારા તૈયાર થનારી ગાઈડલાઈનું પાલન કરીને સિન્થેટીક ડાયમંડનું ટ્રેડિંગ કરી શકાશે. તેને આપવામાં આવેલી સૈધ્ધાંતિક મંજૂરી પાછળનો ઉદ્દેશ નેચરલ અને લેબગ્રોન ડાયમંડના વેપારને અલગથી કાર્યરત રાખવાનો છે.

હાલ નક્કી થયેલી ગાઈડલાઈન

 • સિન્થેટીક ડાયમંડમાં ટ્રેડિંગ કરનારે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
 • જે કંપની બંન્ને પ્રોડક્ટનું પ્રોડક્શન કે વેચાણ કરે છે, તેમણે બંન્ને વેપારને અલગ રાખવાના રહેશે
 • ઓફિસ પ્રિમાયસિસમાં પણ નેચરલ અને સિન્થેટીક ડાયમંડની પ્રોસેસ અલગ કરવાની રહેશે
 • નેચરલ અને સિન્થેટીક ડાયમંડના સ્ટોકને પણ અલગ રાખવાના રહેશે

નેગેટીવ ઈફેક્ટ થવાની નથી, બંન્ને પ્રકારના બિઝનેસને લાંબાં ગાળે ગ્રોથ જ છે
સિન્થેટિક ડાયમંડના ટ્રેડિંગને લઈને બીડીબી દ્વારા જે આવકારદાયક નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રિઝને કોઈ નેગેટિવ ઈફેક્ટ થવાની નથી. નેચરલની સાથો-સાથ સિન્થેટિક ડાયમંડના મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડર્સ એવા સુરત-મુંબઈ સહિતના જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રિઝના ઉદ્યોગકારોને લાંબા ગાળે ગ્રોથ મળશે. -દિનેશ નાવડિયા, રિજીયોનલ ચેરમેન, જીજેઈપીસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો