ક્રાઇમ:ડી સ્ટાફ પોલીસ હોવાનું કહીને ચેકિંગના બહાને રાત્રે ફોનની લૂંટ ચલાવનાર ઝબ્બે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરાછામાં રત્નકલાકાર ભાઇને ટીફીન આપવા જતા યુવકને લૂંટ્યો હતો

નાઇટ પાળીમાં નોકરી પર ગયેલા ભાઇને ટીફીન આપવા જઇ રહેલા રત્નકલાકારને વરાછા રચના સર્કલ પાસે પોલીસ હોવાની ઓળખ આપી ફોનની લૂંટ ચલાવનાર ઝડપાયો છે. લંબે હનુમાનરોડ ગાયત્રી સોસાયટીના જનતા એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર યોગેશ પુષ્પરાજ કોળ‌ીનો મોટાે ભાઇ રાહુલ તા.7મીના રોજ રાત્રી પાળીમાં નોકરી પર ગયો હોય યોગેશ તેને ટીફીન આપવા રચના સર્કલ પાસેેથી પસાર થતો હતો ત્યારે ડી સ્ટાફના પોલીસવાળા છીએ એમ કહી અટકાવી ટીફીન ચેક કરી ગાળો આપી મારમારી 15 હજારનો મોબાઇલ લૂંટી લીધાે હતો. કાપોદ્રા પોલીસે લૂંટારૂ નરેશ ઉર્ફે નરીયો ત્રિકમ વઘાસીયા (રહે.સાંઇનાથ હોટલના ધાબા પર) અને સાગરિત જયસિંગને પકડી પાડ્યો હતો. કોપોદ્રા પીઆઇ એ.કે.ગુર્જરે જણાવ્યું ંકે, લૂંટની જાણ થતા મોડી રાત્રે જ આરોપીને ઝડપ્યા હતા.નરેશ લકઝરી બસનો ડ્રાઇવર છે.

3 દિવસ પહેલા જ સુરત આવ્યાે હતાે
પોલીસને હાથે પકડાયેલાે નરેશ ઉર્ફે નરીયા સામે સુરત અને સાવરકુંડલામાં કુલ 6 જેટલા લૂંટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. છેલ્લા પાંચ વર્ષથી વતન અમરેલીના ધારી ખાતે રહેતો હતો. 3 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.

સ્નેચરોનું હવે નવું ગતકડું, ઉધનામાં દોડતા દોડતા મોબાઈલ લૂંટી લીધો
શહેરમાં બેફામ બનેલા સ્નેચરો હવે બાઈક બાદ દોડીને પણ ફોન સ્નેચિંગ કરી રહ્યા હોવાનો બનાવ બન્યો છે. ‌સવારે 11.20 વાગ્યે ઉધના ત્રણ રસ્તા પાસે એક ઓટો રિક્ષા ત્યાંથી પસાર થતી હતી. આ રિક્ષામાં બેસેલા મુસાફરના ખિસ્સામાં મુકેલો મોબાઇલની ચીલઝડપ માટે એક સ્નેચર દોડતો દોડતો આવ્યો અને મુસાફર પાસેનો મોબાઇલ ફોન ચાલુ રિક્ષાએ ઝુંટવીને નાસી ગયો હતો. મુસાફરે રિક્ષા થોભાવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો સ્નેચર નજીકની વસાહતમાં ઘુસી ગયો હતો. જોકે, આ ઘટના અંગે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...