આયોજન:દ. ગુજ.ના 6 હજાર ફોટોગ્રાફરોએ એક્ઝિબિશનમાં ટેકનોલોજી જાણી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત ફોટોગ્રાફીક વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજન
  • આઈટીની જેમ સુરત ફોટોગ્રાફી વ્યવસાયનું પણ હબ બની ગયું

કતારગામ અંબા તલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે સુરત ફોટોગ્રાફિક વેલ્ફેર એસોસીએશન દ્વારા એક્ઝિબિશન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત અને લગભગ 6 હજારથી વધારે ફોટોગ્રાફી વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, આલ્બમ, એડિટિંગ, પ્રિન્ટિંગ, બાઈડીંગ વગેરે સાથે સંકળાયેલી 42 થી વધારે કંપનીઓએ પોતાના સ્ટોલ ઊભા કર્યા હતા.

સંસ્થાના પ્રમુખ દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે સુરતના ઈતિહાસમાં ફોટોગ્રાફી વ્યવસાયિકોનું આટલું મોટું અને સારું એક્ઝિબિશન પ્રથમ વખત થયું છે. શહેર અને દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામડાના નાના ફોટોગ્રાફર થી લઈને મોટી કંપની ધરાવતા લોકોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે તે જ બતાવે છે કે સુરત શહેર ફોટોગ્રાફીનું ખૂબ મોટું માર્કેટ છે. ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું કે, ટેક્સટાઇલ માર્કેટ અને કાપડના રીટેલ વેચાણ તેમજ અન્ય કંપનીઓને લીધે સુરત ફોટોગ્રાફી વ્યવસાયનો હબ બન્યું છે.

સુરતમાં મોટો ટ્રેન્ડ છે
વેપારી રાજુ મહેતાએ જણાવ્યું કે, માત્ર વ્યવસાયિક ફોટોગ્રાફરો જ નહીં પરંતુ ઘર ઘરાવ કૅમેરા વસાવવાનો સુરતમાં ખૂબ મોટો ટ્રેન્ડ છે. શાળા-કોલેજો સામાજિક,સેવાકીય સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ પણ પોતાના કૅમેરા વસાવે છે.

અન્ય સમાચારો પણ છે...