દુર્ઘટના:ગોડાદરામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાનમાં આગ, 1ને ઈજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોડાદરામાં ગેસ લીકેજના કારણે સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવમાં પડોશમાં રહેતા એક વ્યક્તિને સામાન્ય ઝાળ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનામાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગોડાદરા સુપર સિનેમા પાસે પ્રિયંકા ટાઉનશિપમાં રહેતા કાંતિભાઈ વેગડવાળાના મકાનમાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં પાડોશી મયુરભાઈ કાપડીવાળાને સામાન્ય ઇજા થતા ઘરે જ સારવાર લઇ લીધી હતી. આગને કારણે ફ્રીજ પંખા ટીવી ગાદલા ખુરશી સહિતનો ઘરવખરીનો સામાન બળીને ખાખ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...