સાઈબર ક્રાઈમમાં ઉછાળો:1 વર્ષમાં સાઈબર ક્રાઈમ બમણા, 118%નો વધારો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના આર્થિક વ્યવહારો ઓનલાઈન થતાં સાઈબર ક્રાઈમમાં પણ ઉછાળો
  • 2022માં સાયબર સેલે 376માંથી 60% કેસ ઉકેલી 231 કરોડ રૂપિયા પરત અપાવ્યા

શહેરમાં 2021 કરતા 2022માં સાઈબર ક્રાઈમમાં 118%નો વધારો થયો છે. 2021માં 172 કેસમાંથી 46% કેસ ડિટેક્ટ થયા હતા, જ્યારે 2022માં 376 કેસની સામે 60% ડિટેક્ટ થયા છે. એક તરફ ઓનલાઈન કેસમાં વધારો થયો છે તો બીજી તરફ પોલીસ પણ આવા ટેલિફિશરોને ઝડપી તફડાવેલા નાણા રીકવર કરવામાં આગળ રહી છે. પોલીસે 2022માં ટેલીફીશરોએ તફડાવેલી 231 કરોડ જેટલી રકમ રીકવર કરી લોકોને પરત અપાવી છે. આજે મોટા ભાગના ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ જતાં ઓનલાઈન ઠગાઈના બનાવો પણ વધ્યા છે.

આ છે ગઠિયાઓની કેટલીક જાણીતી મોડસઓપરેન્ડી
MO:1 - બેંકમાંથી કોલ કરતા હોવાનું જણાવી એટીએમ કાર્ડ બંધ થઈ જશે તેવો ડર બતાવી KYC અપડેટ કરવાને બહાને ડેટા અને OTP મેળવી બેંક એકાઉન્ટમાંથી ઉઠાંતરી કરવામાં આવે છે.
MO:2 - મિરર એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ ફોનના તમામ એક્સેસ મેળવી લેવામાં આવે છે અને તમારા મોબાઈલ ફોનમાં આવતા તમામ મેસેજ, પાસવર્ડ, OTP સહિતનો ડેટા મેળવી બેંક એકાઉન્ટમાંથી તમારી જાણ બહાર નાણાં ઉપાડી લેવામાં આવે છે.
MO:3 - વીડિયો કોલિંગ કર્યા બાદ બીભત્સ વીડિયો બતાવીને તેની સાથેનું રેકોર્ડિંગ મોકલી ઘણાને બ્લેક મેલ કરવામાં આવે છે. સમાજમાં બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવવામાં આવે છે.
MO:4 - ઈનામ કે અન્ય લાલચ આપી રૂપિયા મોકલવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહી ક્યુઆર કોડની લિન્ક મોકલવામાં આવે છે અને તેના દ્વારા બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવે છે.
MO: 5 - વલ્ગર વેબસાઈટ સર્ચ કરતા હોય તેમાં કુકીસ આવે ત્યાર બાદ અનનોન લોકો ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે અને વાતોમાં ભેરવીને એક લિન્ક પર ક્લિક કરાવી ફોનના એકસેસ લઈ તમારા ગૃપમાં એડ કરી તેમને પણ રિક્વેસ્ટ મોકલી ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર કંટ્રોલ કરી બ્લેકમેલ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...