હમ નહીં સુધરેંગે:સુરતમાં ઉધના પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિવસની કેક કાપીને ઉજવણી, કોરોના ગાઈડલાઈન્સ ભંગની તસવીરો વાઇરલ થતા 7ની અટકાયત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મ દિવસની ઉજવણી બાદ ફોટો સેશન પણ કર્યું હતું. - Divya Bhaskar
જન્મ દિવસની ઉજવણી બાદ ફોટો સેશન પણ કર્યું હતું.
  • ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું
  • ઉજવણીમાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચામાં

કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિનની કેક કાપીને ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હોવાને કારણે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જોકે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ તાયફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પોલીસ દ્વારા સાતની અટકાયત કરવામાં આવી છે.

ઉજવણી કરી તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી
ગત રોજ ઉધના પોલીસ સ્ટેશન નજીક મિલિન્દ પાટીલ નામના વ્યક્તિની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં ભાન ભૂલેલા આ લોકોએ કોવિડ-19ની ગાઈડ લાઈન્સનો ધરાર ભંગ કરીને તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. જેથી આખે આખું પ્રકરણ બહાર આવ્યું છે.

એકપણ ઈસમે માસ્ક પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું
આ અંગે વધુ તપાસ હાથ ધરતાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ આઈટી સેલના મંત્રી સહિતના લોકો દ્વારા પોતાના મિત્ર મિલિન્દ પાટીલની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એકપણ ઈસમે માસ્ક પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું હતું અને બાદમાં આ તમામ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. અગાઉ પુણા પોલીસ મથકના કર્મચારી દ્વારા પણ ફાર્મ હાઉસમાં બિન્ધાસ્ત જન્મ દિનની પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે હોબાળો થવા પામ્યો હતો.

કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણી.
કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણી.

કર્ફ્યૂ અને જાહેરમાં થતાં આયોજનો પોલીસ માટે એક મોટો પડકાર
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે. લોકો રાત્રી કર્ફ્યૂ અને જાહેરમાં ઉજવણી કરતા સતત સામે આવી રહ્યા છે. જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું.
ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું.

વિદાય સમારંભ યોજનાર પીઆઈ સસ્પેન્ડ
સુરત શહેરના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ પણ પોલીસ કર્મચારીઓ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ સરકારના નિતી નિયમોના લીરેલીરા ઉડાવી દીધા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા હતા. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. દરમિયાન પીઆઇ એ.પી.સલયીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

તાયફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
તાયફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

દારૂનો ધંધો કરતા યુવકે રાત્રે જાહેરમાં કેક કાપી હતી
સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલાં હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં ,છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે.

કર્ફ્યૂ અને જાહેરમાં થતાં આયોજનો પોલીસ માટે એક મોટો પડકાર.
કર્ફ્યૂ અને જાહેરમાં થતાં આયોજનો પોલીસ માટે એક મોટો પડકાર.

લિસ્ટેડ બૂટલેગરના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા ધરપકડ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઊજવી રહ્યા છે. મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. કર્ફ્યૂનો સમય લાગી ગયા બાદ પણ બૂટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બૂટલેગર કાળુ ડુંડીની ધરપકડ કરી હતી.