સુરતના અડાજણ પાલ વિસ્તારમાં અચાનક વહેલી સવારથી ગેસ પુરવઠો બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સવારથી ચા વગર બેસી રહ્યા હોવાની લોકોએ બૂમ પાડી હતી. અતુલભાઈ નામના રહીશે જણાવ્યું હતું કે નોકરી પર જવાનો સમય ખોરવાયો એ સૌથી મોટું નુકસાન છે. નહાવા વગર નોકરી પર જઈશું બીજું શું કરી શકાય, અનેક સોસાયટીઓમાં તપાસ કરતા કોઈપણ પ્રકારની સૂચના વગર ગેસ સપ્લાય બંધ કરી દેવાયો છે.
ઇમજન્સી અને હેલ્પલાઈન નંબર પર ફોન કર્યા તો લાગ્યા જ નહીં
અતુલભાઈ (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે સાહેબ વહેલી સવારે ઉઠવાના બે જ કારણ હોય છે પહેલું મોર્નિંગ દોડ અને ત્યારબાદ ગરમાં ગરમ ચા અને એના પર ચર્ચા, પરંતુ સવારે છ વાગ્યાથી ગેસ સપ્લાય જ નથી. સુપડ રેસિડેન્સીના રહીશોએ ગુજરાત ગેસ કંપનીના ઇમજન્સી અને હેલ્પલાઈન નંબર પર ફોન કર્યા તો લાગ્યા જ નહીં, કોઈ પણ પ્રકારની જાણ વગર ગેસ સપ્લાય બંધ કરી દેવો એ કેટલું યોગ્ય.
ગેસ કંપનીની લાલીયાવાડી માથાનો દુખાવો
વધુમાં જણાવ્યું હતું કે, સવારની ચા પણ પીવા મળી નથી, નહાવાનું બાકી, 8 વાગે નોકરી પર જવાનો સમય પણ ન જળવાયો નહીં. તપાસ કરતા આજુબાજુની અનેક સોસાયટીઓમાં પણ ગેસ સપ્લાય ન હોવાની બુમો પડી રહી છે. લોકો સોસાયટી બહાર આવી રોષ વ્યકત કરી રહ્યા છે. ગુજરાત ગેસ કંપનીની લાલીયાવાડી માથાનો દુખાવો બની ગઈ છે.
ગ્રાહકોને આપેલી તકલીફનું વળતર કંપની આપશે?
વધુમાં અતુલભાઈએ કહ્યું હતું કે, કંઇ જ કરી શકાય નહીં, કોઈ સાંભળવાવાળું રહ્યું જ નથી, હેલ્પ લાઈન નંબર શોભાના ગાંઠિયા જેવા, એક દિવસ બિલ મોડું ભરીએ તો દંડ લે છે અને ગ્રાહકોને આપેલી તકલીફનું વળતર આપશે કંપની. બસ ગ્રાહકોને હેરાન કરી કંપની પોતાનું મહત્વ બતાવી રહી હોય એમ લાગે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.