પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા એટીએસ અને કોસ્ટગાર્ડે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે કોસ્ટગાર્ડે દરિયામાં હોવરક્રાફટથી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જે રવિવારે સવારે ભીમપોરના દરિયા કિનારે કાદવમાંથી બહાર આવતા અચરજ પામેલા લોકોને લાગ્યું કે, આંતકવાદી છે.
એક સ્થાનિકે તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી તો પોલીસ સાથે કોસ્ટગાર્ડના ઓફિસરો પણ ધસી ગયા આવ્યા હતા. પછી જહાજના કુ-મેમ્બરો અને સુરક્ષા જવાનો સાથે કોસ્ટગાર્ડના ઓફિસરો સાથે વાતચીત કરી હતી. 47 મિનિટ બાદ હોવરક્રાફટ દરિયામાં રવાના થયું હતું. પોલીસે જણાવ્યું કે હોવરક્રાફટ ટેસ્ટીંગ માટે આવ્યું હતું.
હોવરક્રાફટ જમીન પર કલાકમાં 25થી 30 કિલોમીટર કાપી શકે
આ હોવરક્રાફટ જમીન પર એક કલાકમાં 25થી 30 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જ્યારે દરિયામાં તે એક કલાકમાં 90થી 95 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
બહુ જોરથી દરિયામાંથી અવાજ આવતાં મેં પોલીસને જાણ કરી
દરિયામાંથી જોરદાર અવાજ સાથે જહાજ કાદવમાંથી જમીન પર ચાલતું હતું. આવું પહેલીવાર બન્યું છે આથી મેં પોલીસને જાણ કરી હતી. - ડાહ્રાભાઈ ખલાસી, સ્થાનિક
હોવરક્રાફટ ભીમપોરના દરિયા કિનારે પહેલીવાર જ જોવા મળ્યું
હોવરક્રાફટ ભીમપોરના દરિયા કિનારે પહેલીવાર જોવા મળ્યું છે, જેથી લોકોમાં કુતૂહલ હતું. ઓફિસરે પેટ્રોલિંગ થતું હોવાનું જણાવ્યું હતું. - ધર્મેશ પટેલ, સ્થાનિક
હોવરક્રાફ્ટની આ છે ખાસિયત
વિશેષ ડિઝાઈને લીધે રાત્રે પણ સચોટ નેવિગેશન
હોવરક્રાફ્ટ એચ-197 ગ્રિફોન 8000TD(M)ની શ્રેણીનું છે. જે યુકે સ્થિત ગ્રિફન હોવરવર્ક્સ લિમિટેડે ડિઝાઇન કર્યું છે. તે પાણીની ઉપર ચાલે છે, જે 2 ઔદ્યોગિક વોટર કૂલ્ડ ડિઝલ એન્જિનથી સંચાલિત થાય છે. તે કાદવ અને જમીન ઉપર પણ ચાલી શકે છે.
સ્પેશિયલ ડિઝાઇન અને નાઇટ ઓપ્ટ્રેનિક સિસ્ટમના કારણે રાત્રિ નેવિગેશન માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઓવરક્રાફ્ટ 8 હજાર કેજી જેટલું વજન લઈને ચાલી શકે છે. હોવરક્રાફ્ટની સ્પીડ 99.1 કિમી જેટલી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.