તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Amidst Night Curfew In Salabatpura Area Of Surat, Defiant Elements Created An Atmosphere Of Fear With Swords And Wooden Blows.

અસામાજિક તત્વોનો આતંક:સુરતના સલાબતપુરા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે માથાભારે તત્વોએ તલવાર અને લાકડાના ફટકા સાથે ભયનો માહોલ ઉભો કર્યો

સુરત3 મહિનો પહેલા
હાથમાં ઘાતક હથિયારો સાથે અસામ�
  • પોલીસને પડકાર ફેંકતા માથાભારે તત્વોનો ત્રાસ CCTVમાં કેદ

સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. સલાબતપુરા પોલીસ મથકની હદમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અસામાજિક તત્વોએ રીતસરનો તલવાર અને લાકડાના ફટકા સાથે આતંક મચાવ્યો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગયો. માથાભારે તત્વો દ્વારા ઉભા કરવામાં આવેલા ભયના માહોલને લઈને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ પ્રશ્નો ઉભા કર્યા હતાં.

રહેણાંક વિસ્તારમાં પણ માથાભારે તત્વો પ્રવેશ્યાં હતાં.
રહેણાંક વિસ્તારમાં પણ માથાભારે તત્વો પ્રવેશ્યાં હતાં.

ભયનો માહોલ પેદા થયો
સલાબતપુરામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અસામાજિક તત્વો બેફામ બની ગયા હતાં. સલાબતપુરા અનવર નગર ખાતે મોડી રાત્રે 25 થી 30 જેટલા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી તલવાર અને લાકડાના ફટકા સાથે હુમલો કરાયો હતો. જેને લઈ સ્થાનિક વિસ્તારમાં રીતસરનો ડરનો માહોલ જોવા મળ્યો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોય જેને લઈ હાલ તો સુરતમાં પોલીસનો અસામાજિક તત્વો પર કોઈ ડર ન હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

સ્થાનિકોએ જેના પર હુમલો થવાનો હતો તેની મદદ કરી હતી.
સ્થાનિકોએ જેના પર હુમલો થવાનો હતો તેની મદદ કરી હતી.

હુમલાનો પ્રયાસ થયો
ઈરફાન શેખે જણાવ્યું કે, જે આ વિસ્તારના અસામાજિક તત્વો છે. તેમના દ્વારા ચીલ ઝડપ કરવામાં આવે છે. તેમજ અમારા વિસ્તારના યુવકોને કોઈપણ કારણ વગર મારીને ધાક જમાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પહેલા મારા ઘર પર હુમલો થાય છે. ત્યારબાદ મારા ઘરમાં આવીને તેમણે હુમલો કર્યો હતો. આસપાસના લોકોએ મને સંતાડી દીધો હતો. જો હું તેમના હાથે લાગી ગયો હોત તો મારી હત્યા કરી ફરાર થઈ ગયા હોત. મારી પત્ની ઉપર પણ તેમણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું વધુમાં તેમણે જણાવ્યું હતું.