• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Amidst Night Curfew In Limbayat, Surat, Birthday Celebration In Public With DJ's Tune, Bathing Birthday Boy With Cold Drink

પોલીસના આંખ આડા કાન:સુરતના લિંબાયતમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે જાહેરમાં ડીજેની ધૂન સાથે જન્મદિવસની ઉજવણી, ઠંડા-પીણાથી બર્થ ડે બોયને નવડાવ્યો

સુરત18 દિવસ પહેલા
જાહેરમાં બર્થ ડેનું સેલિબ્રેશન કરી કાયદાનું ઉલ્લંઘન.
  • વાઇરલ વીડિયો બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ઝાલાનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નથી

સુરતમાં લિંબાયતની પદ્માવતી સોસાયટીમાં કેટલાક યુવકોએ રાત્રિ કર્ફ્યૂ વચ્ચે જાહેરમાં ડીજેની ધૂન અને ઝબકતી રોશનીમાં ફટાકડા ફોડી બર્થ ડેની કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતા ચર્ચાનો વિષય બન્યો છે. ઠંડા-પીણાથી બર્થ ડે બોયને નવડાવાયો હોવાનું વાઈરલ વીડિયોમાં નજરે પડે છે. સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગને અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ઝાલાનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ વીડિયો સામે આવ્યા બાદ બર્થ ડે બોય અને તેના મિત્રોની ઓળખની દિશામાં પોલીસે કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંગીતની ધૂન પર જન્મ દિવસની ઉજવણી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે લિંબાયત પોલીસની વિવાદાસ્પદ કામગીરી હંમેશા ચર્ચામાં રહી છે. લારીવાળાઓથી લઈ શ્રમજીવીઓને ફટકારી લોકોમાં ધાક ઉભો કરતી પોલીસ અસામાજિકતત્વો અને માથાભારે ઈસમોને ખુલ્લો દોર આપી રહી હોય એ આ વાઇરલ વીડિયો પરથી સાબિત થઈ રહ્યું છે. જાહેરમાં ડીજેના ધોંઘાટ, રંગબેરંગી ઝબકતી રોશની અને સંગીતની ધૂન પર જન્મ દિવસની ઉજવણી કરતા આવા તત્વો સામે પોલીસ મૌન ધારણ કરી લે છે. પદ્માવતી સોસાયટીમાં યોજાયેલી બર્થ ડે પાર્ટી બાબતે લિંબાયત ડી-સ્ટાફના માણસો જાણાતા હોવા છતા અજાણ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પોલીસ ફરિયાદી શોધી રહી હોય એવો ઘાટ સર્જાયો
વધુમાં જણાવ્યું હતું કે વાઇરલ વીડિયોમાં તમામની ઓળખ થઈ રહી છે ત્યારે પોલીસ ફરિયાદી શોધી રહી હોય એમ લાગે છે. કેક પર જુનેદભાઈ અને કેક કાપ્યા બાદ સંગીતની ધૂન પર ડાન્સ કરાઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. ઠંડા-પીણાથી બર્થ ડે બોયને નવડાવાય રહ્યો છે. જાહેરમાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરે અને એક ઉદાહરણ બેસાડે એ જ સ્થાનિક લોકોની માગ છે.