તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીનું નિવેદન:આત્મનિર્ભરતા કેળવો, આર્થિક પેકેજ પર આધાર નહી રાખો: મંત્રી , ટેક્સટાઈલ મંત્રીના નિવેદનથી ઉદ્યોગકારોમાં ચિંતા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PPE કિટ નિકાસ ન કરવા દેતાં ઉદ્યોગકારોમાં નારાજગી

રવિવારે મુંબઈના ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગો માટે એક વેબિનાર યોજાયો હતો. ડીજીટલ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન ઉપસ્થિત રહેલાકેન્દ્રીય મંત્રી ઈરાનીએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગ રાહત પેકેજ શોધી રહી છે ત્યારે તેમના માટે નવી દિશા અને વિચારસરણીનો સમય આવી ગયો છે. ઉદ્યોગમાં ક્ષમતા છે, તેમણે હાલ નિર્ભર રહેવાની જરૂર નથી.
આરબીઆઈએ પહેલેથી જ ઉદ્યોગોને છુટ આપી છે.
જ્યાં સુધી કાપડ ઉદ્યોગને આર્થિક પેકેજ પર નિર્ભર રહેવાની વાત છે. તો કોરોના વાયરસના કારણે સરકારની પણ આર્થિક સ્થિતિ નબળી થઈ છે. ત્યારે તમામ ઉદ્યોગોએ પોતાની રીતે આત્મનિર્ભરતા કેળવીને આગળ આવવાની જરૂર છે. વધુ ઉમેરતાં, ઉદ્યોગો આર્થિક પેકેજની આશા રાખે છે પરંતુ તે પણ નાગરિકોના જ રૂપિયા છે. હવે નાગરિક રૂપિયાનો હિસાબ માંગતી થઈ છે. આરબીઆઈએ પહેલેથી જ ઉદ્યોગોને છુટ આપી છે. આ ઉપરાંત, બેંકોને પણ આર્થિક સંકટના નિરાકરણ માટે મદદની અપીલ સરકાર તરફથી થઈ ચૂકી છે. 
ગણિત પણ સરકારમાં સમજૂતી સાથે મોકલી અપાયા છે. 
ઉલ્લેખનીય છે કે, ફીઆસ્વી, ચેમ્બર ઓફ કોમર્સ,એસજીટીપીએ ફોગવા, ફોસ્ટા સહિતની વીવીંગ, નિટીંગ, પ્રોસેસિંગ સહિત વેલ્યુએડીશન સેક્ટરના એકમોએ 1 ડઝનથી વધુ માંગણીઓ એમએસએમઈ સેક્ટરના એકમોને ફરી બેઠા કરવા માટે કરી દીધી હતી. આ ઉપરાંત લોકડાઉન પછી એકમો શરૂ થશે તો તેને મોટી વર્કિગ કેપિટલની જરૂર પડશે. તેવા ગણિત પણ સરકારમાં સમજૂતી સાથે મોકલી અપાયા છે. 
સરકાર તરફથી ઈન્ડસ્ટ્રીને ઉગારવા પગલા ભરાય તો નવી દિશા ખુલી શકે 
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો મર્યાદિત રીસોર્સીસ દ્વારા આઈસીએમઆરની ગાઇડલાઇન મુજબ નોન વુવન પીપીઈ સૂટ બનવાનું શરુ કરી દીધું છે. ત્યારે સરકાર તરફથી પીપીઈ કીટને એક્સપોર્ટ કરવાની મંજૂરી આપી રહી નથી. જેના કારણે માલ બનીને પડી રહ્યો છે. પીપીઈ કીટને બનાવવાની આવડત ભારત અને ખાસ કરીને સુરતના ઉદ્યોગકારોમાં છે. બાંગ્લાદેશ, વિયેતનામ અને શ્રીલંકા ગારમેન્ટીંગમાં કામ કરી શકે છે પરંતુ તેઓએ પણ ફેબ્રિક્સ માટે તો ભારત ઉપર જ આધાર રાખવો પડે છે. સુરતના હાલ 5 મોટી કંપનીઓ 20,000 સુટ રોજ બનાવે છે. એક ઉદ્યોગકારને પાસે સાઉદી અરેબિયાની 4.50 કરોડ પીપીઈ કીટ તૈયાર કરવાની ઈન્ક્વાયરી છે. જો સરકાર તરફથી ઇન્ડસ્ટ્રીને ઉગારવા માટે પગલાં લેવામાં આવે તો નવી દિશા ખુલી શકે છે.
આજે સીએઆઈટીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મંત્રી ઈરાની હાજરી આપશે
આજે મંગળવારે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર કેન્દ્રીય કાપડ મંત્રી હાજરી આપી સુરતના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરશે. વીજ બિલમાં રાહત, જુની સબસિડીઓ ક્લિયર કરવા સહિતની માંગ સરકાર સમક્ષ આ લોકડાઉનમાં કરી ચૂક્યા છે.
તો ઉદ્યોગકારોની ચિંતા વધશે, મોરલ ડાઉન થશે 
કાપડ ઉદ્યોગમાં લોકડાઉન પછી એકમો શરૂ કરવામાં તકલીફ નડશે.એવામાં   સરકાર  પેકેજ જાહેર નહીં કરે તો ઉદ્યોગકારોનું મોરલ ડાઉન થશે. -જિતેન્દ્ર વખારિયા, પ્રમુખ, એસજીટીપીએ
MSMEને સપોર્ટ કરવા પેકેજ જરૂરી 
એમએસએમઈ એકમોને સપોર્ટ કરવા પેકેજ તો સરકારે આપવું પડશે.ઈન્ડસ્ટ્રી ટકાવી રાખવા સરકારે અમુક પગલાંઓ લેવા પડશે. અમને આશા છે કે સરકાર કોઈ પગલાં લેશે. -ભરત ગાંધી, ચેરમેન, ફીઆસ્વી
30 થી 40 ટકા એકમો બંધ થઈ જશે
ટેક્સટાઈલ સેક્ટરમાં ટ્રેડીંગ એવો ભાગ છે જેમાં એક વેપારી ઘરની મૂડી જોખીને કાપડનું પ્રોડક્શન કરાવે છે. ઉધારીમાં માલ વેચે છે અને તે માલને વેચ્યા પછી 6 થી 7 માસે તેનું પેમેન્ટ આવે છે.સરકાર આર્થિક પેકેજ જાહેર કરશે તેની આશા છે ત્યારે મંત્રીના નિવેદનથી 30 થી 40 ટકા એકમો ફરી ખુલશે પણ નહીં. -ચંપાલાલ બોથરા, મહામંત્રી, ફોસ્ટા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો