સુવિધા:24 કલાક સેવા માટે 20 કરોડના ખર્ચે સીટી સ્કેન, MRI ખરીદાશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્મીમેરના ઈમરજન્સી વોર્ડને અદ્યતન કરાશે

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલ પીપીપી ધોરણે એપોલો ઇમેજિન સેન્ટરની સહિયારીમાં સીટી સ્કેન અને એમઆરઆઇ મશીન કાર્યરત છે. પાલિકાએ શહેરીજનોને 24 કલાક ઇમરજન્સી સેવા આપી શકાય તે માટે 7 કરોડનું સીટી સ્કેન મશીન તેમજ 13 કરોડનું ટેસ્લા એમઆરઆઇ મશીન ખરીદવાની તૈયારી દર્શાવી છે. આ પ્રક્રિયા આગામી સ્ટેન્ડિંગ કમિટીની મંજુરીએ શરૂ કરાશે.

સ્મીમેર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં રેડિયોડાઇગ્નોસીસ વિભાગમાં સીટી સ્કેન તથા એમઆરઆઇ મશીન ઉપલબ્ધ કરાવવાના આયોજન પર લાંબા સમયની ચર્ચા અંતે લેટેસ્ટ ટેક્નોલોજી વાળા તથા હાઇ એન્ડ ટેક્નિકલ સ્પેશિફિકેશન મશીન જ ખરીદવા એક્ઝિક્યુટીવ કમિટીએ ભલામણ કરી હતી. 20 કરોડના અંદાજ સાથે એક્સપર્ટ કંપની પાસેથી આ મશીનો ખરીદવાની પ્રક્રિયાને મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ છે.

રેડિયોલોજી સ્ટાફની ભરતી પણ કરાશે
સ્મીમેર હોસ્પિ.માં એપોલો ઇમેજિન સેન્ટરની સહિયારીમાં રેડિયોલોજી વિભાગ ઓપરેટેડ છે. જોકે પાલિકા પોતે જ આધુનિક અને કિંમતી મશીન વસાવી રહી છે ત્યારે આ સીટી સ્કેન તેમજ એમઆરઆઇ મશીનના સંચાલન માટે સ્ટાફની રિક્રુટમેન્ટ કરવા માંગ કરાઇ છે. જેમાં 1 પોસ્ટ મેનેજર કમ એડ્મીનિસ્ટ્રેટિવ ઓફિસર, 1 આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ રેડિયોલોજી જ્યારે 6 ટેક્નિશિયન અને નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય તથા સફાઇ કામદારની ભરતી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...