ખજોદના ડ્રીમ સિટી પ્રોજેક્ટના પરિસરમાં હાલ 2600 કરોડના ખર્ચે સાકાર ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સંભવતઃ માર્ચમાં વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાશે. તે પહેલાં પાલિકાએ ડમ્પિંગ સાઇટનો વિકલ્પ શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. તેવામાં સચીન નજીકના ઉંબેર ગામમાં પાલિકાને 3.40 સ્ક્વેર મીટર જમીનને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની કલેક્ટરે માન્યતા આપી હતી.
હવે આ જમીનનો નિયમ પ્રમાણે કબજો મેળવવા પાલિકા રાજ્ય સરકારમાં પ્રપોઝલ રજૂ કરશે. આશરે 467 સ્ક્વેર કિમી ક્ષેત્રફળ ધરાવતા શહેરમાં રોજ 2200 ટન ધન કચરો નીકળે છે. જોકે આ સાઇટ મુદ્દે કાંઠા વિસ્તારના રહીશોએ વિરોધ નોંધાવી ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી.
આ સાથે જ ડ્રીમ સિટીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના લીધે નવી ડમ્પિંગ સાઇટ માટે નવી જગ્યાની શોધ પાલિકા દ્વારા ચાલી રહી હતી. એટલું જ નહીં પણ હાલની ડિસ્પોઝલ સાઇટની મર્યાદા પણ પૂર્ણ થઇ રહી હોવાથી પાલિકાએ સચીન નજીકના ઉંબેર ગામ ખાતે આવેલી વિશાળ જમીનની ગુજરાત સરકાર પાસે ડિમાન્ડ કરી હતી.
બે પ્લાન્ટ સ્થાપવા માટે જમીનનો કબજો મેળવાશે
ઉંબેરમાં 3.40 લાખ સ્ક્વેર મીટર જમીન પર બાયૉગૅસ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવાના આયોજન સાથે પાલિકા રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર શરૂ કરશે. પાલિકા કમિશનરે કહ્યું કે, આ જગ્યા 120 મીટરના મુખ્ય રસ્તાની પણ નજીક છે જેથી ધન કચરાના ટ્રાન્સપોર્ટેશનમાં પણ સરળતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.