માહિને જોવા ચાહકોમાં ક્રેઝ:સુરતમાં કેપ્ટન કૂલની એક ઝલક મેળવવા લોકોની ભીડ જામી, નેટ પ્રેક્ટિસ બાદ દેખાતાં જ ધોની..ધોનીની ચાહકોએ બૂમો પાડી

સુરત5 મહિનો પહેલા
ધોની બસમાંથી ચાહકોનું અભિવાદન હાથ હલાવીને કરતો જોવા મળતો હોય છે. - Divya Bhaskar
ધોની બસમાંથી ચાહકોનું અભિવાદન હાથ હલાવીને કરતો જોવા મળતો હોય છે.
  • ધોનીને પણ પોતાના ચાહકોનું અભિવાદન કરતો જોવા મળ્યો

સુરતના ક્રિકેટ રસિયાઓ કેપ્ટન કૂલના આગમનથી જબરજસ્ત રોમાંચિત થયેલા જોવા મળી રહ્યા છે. સાંજના સમયે ધોનીની એક ઝલક જોવા માટે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હોટલની બહાર નીકળતા અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશતા દરમિયાન ક્રિકેટ ચાહકો ધોનીની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. ધોનીની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. લોકોના દિલમાં તેનું અલગ જ સ્થાન છે. ક્રિકેટના રસિકો માટે ધોનીને જોવો એક અવિસ્મરણીય ક્ષણ જેવી બની ગઈ છે. યુવાનો ધોનીને જોવા માટે કલાકો સુધી ઊભા રહીને તેની રાહ જોઈ રહ્યા છે.IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે લીગમાં 8ના બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો સમાવેશ થાય છે. ત્યારે હાલ ધોની તેની ટીમ સાથે સુરતમાં નેટ પ્રક્ટિસ કરે છે. લોકોના પ્રેમને જોઈને ધોની પણ ચાહકોનું અભિવાદન કરતો જોવા મળે છે.

નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓ બાયો બબલમાં રહે છે.
નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓ બાયો બબલમાં રહે છે.

ચાહકો ધોનીને જોવા ઉમટે છે
કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ જાણે સુરતની મહેમાનગતિ માણી રહ્યા હોય તે પ્રકારના તેના ચહેરા ઉપર ના હાવભાવ દેખાઈ રહ્યા છે. ધોની પણ ક્રિકેટ રસિયાઓ અને સતત અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની જાણે સુરતના પ્રેક્ટિસ સ્ટેશનને પણ એન્જોય કરતો હોય તેવું લાગી રહ્યું છે. ચેન્નઈ સુપર કિંગનો ડ્રેસ પહેરીને મેદાન ઉપર જતાની સાથે જ ક્રિકેટ રસિયાઓ તેની પાછળ જાણે ઘેલા બની ગયા હતા. મહેન્દ્રસિંહ ધોની જે બસમાં આવે છે તેની આસપાસ પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્રીત થઈને તેને જોતા રહે છે. ધોની પણ જ્યાં સુધી પોતાની નજર જાય ત્યાં સુધી સુરતના ક્રિકેટ રસીયાઓને જોઈને ખુશખુશાલ થઈ જાય છે.

બાયો બબલમાં રહીને પ્રેક્ટિસ
ટીમના મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતના 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર , બેટીંગ અને બોલીગ કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ ડુમસ રોડની એક ખાનગી હોટલમાં રોકાણ કર્યું છે. સુરત પ્રવાસ દરમ્યાન તેઓ બાયોબબલમાં જ રહીને પ્રેકટીસ કરી રહ્યા છે.જોકે ચેન્નઈ ટીમના રવિન્દ્ર જાડેજા હાલ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના ઉપર એકપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ધોનીને જોવા હોટલ અને મેદાન બહાર લોકો ઉમટે છે.
ધોનીને જોવા હોટલ અને મેદાન બહાર લોકો ઉમટે છે.

ચેન્નઈની ટીમનો બેઝ કેમ્પ
આઈપીએલ 2022 લીગની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. દરેક ટીમે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે સુરત શહેરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે આવી પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓ સુરત આવી પહોંચ્યા છે.ચેન્નઈની ટીમ પહેલીવાર સુરત ખાતે પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં હવે મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું.