તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Crowds Of Careless People In Surat Market, Without Masks And Without Maintaining Social Distance Appeared To Be Breaking The Rules

બેદરકારી:સુરતની માર્કેટમાં બેદરકાર લોકોના ટોળા, વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી નિયમોના ભંગ કરતાં દેખાયા

સુરત5 મહિનો પહેલા
લોકો માસ્ક વગર જ જાહેરમાં ફરતા જોવા મળી રહ્યાં છે.
  • કોરોના સંક્રમણ ચરમસીમાએ હોવા છતાં લોકો કોઈ તકેદારી રાખતા નથી

સુરતની માર્કેટમાં જાણે લોકોને કોરોનાનો કોઈ જ ભય ન હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ વિસ્તારોની અંદર માર્કેટોમાં લોકોના ટોળે ટોળા એકઠા થયેલા જોવા મળી રહે છે. સુરત નવસારી બજાર વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી ગયેલા સ્પષ્ટ નજરે ચડતા હતાં.

લોકો બેફિકર બન્યા
સુરત શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ બની છે. તમામ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. સરકારી હોસ્પિટલોમાં નવા પેશન્ટને એડમિટ કરાય એ પ્રકારની સ્થિતિ રહી નથી. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્મશાનગૃહમાં પણ લાશના ઢગ જોવા મળી રહ્યા છે. છતાં લોકો બેફિકર હોય તેવું લાગી રહ્યું છે.

માસ્ક પણ પહેરતા નથી
નવસારી બજાર વિસ્તારમાં આજે સવારમાં જે દ્રશ્યો જોવા મળ્યા એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. ઘણા બધા લોકોના ચહેરા ઉપર માસ જોવા મળ્યા ન હતા. લોકોને જાણે શહેરની સ્થિતિ ની કોઈ ચિંતા ના હોય તે રીતે દુકાનો ઉપર ટોળેટોળા એકત્રિત થયા હતા હાલનું જે વાયરસ છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને રોકવા માટે માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે ખૂબ જરૂરી છે.

લોકોના ટોળા બેદરકાર થયા હોવાથી સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
લોકોના ટોળા બેદરકાર થયા હોવાથી સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

લોકો શિસ્ત જાળવે તે જરૂરી
જો આવી રીતે સુરતીઓ બેફિકરાઈથી શહેરમાં ફરતા રહેશે તો આગામી દિવસોમાં સુરત શહેરની સ્થિતિ દયનીય બની જશે ,અત્યારે પણ સરકારી હોસ્પિટલોની જે સ્થિતિ છે. તેમાં મેડીકલ સેવાઓ લગભગ ભાંગી પડવા ના આરે આવીને ઉભી રહી ગઇ છે. જો લોકો સ્વયં શિસ્ત નહીં દાખવે તો માત્ર ભગવાન જ મોતને ભેટતા બચાવી શકશે.

હોસ્પિટલમાં જગ્યા ન હોવા છતાં લોકો બેદરકારી દાખવતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
હોસ્પિટલમાં જગ્યા ન હોવા છતાં લોકો બેદરકારી દાખવતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.

વહિવટી તંત્ર એક્ટિવ થાય તે જરૂરી
મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સતત લોકો ને સરકારની ગાઇડ લાઇન પાલન કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે. પરંતુ લોકો તેનું ઉલ્લંઘન કરતા દેખાઈ રહ્યા છે. જે વિસ્તારોમાં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. તે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ સમય પૂરતું સાવધાની રાખવાની સાથે સાથે દિવસ દરમિયાન પણ વહીવટીતંત્ર એ લોકો એકત્રિત ન થાય તેના માટે ના પ્રયાસો કરવા જરૂરી છે.