તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Crowds Of Candidates Gathered In Surat On The Last Day Of Filling Up Forms, Leaders Of Political Parties, Activists And Candidates Brooke Of Rule Social Distance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ઉલાળિયો:સુરતમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોની ભીડ એકઠી થઈ, રાજકીય પક્ષોના નેતાઓ, કાર્યકરો અને ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવ્યાં

સુરતએક મહિનો પહેલા
ફોર્મ ભરવા આવેલા રાજકીય નેતાઓ સહિતના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યાં હતાં.
  • સુડા અને બહુમાળી ભવન સહિતના ફોર્મ ભરવા માટે નિયત કરેલા સ્થળો પર કોરોના નિયમો ભૂલાયાં

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાયા બાદ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી તથા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે દોડાદોડી કરી મૂકી હતી. ફોર્મ ભરવા માટે ઉમટેલા નેતાઓ, કાર્યકરો અને રાજકીય પક્ષના આગેવાનો સાથે ઉમેદવારોએ કોરોનાને ભૂલાવી દીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. ફોર્મ ભરવા મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.સુડા સહિતના બહુમાળી ભવન ખાતે ફોર્મ ભરવા સાથે શક્તિ પ્રદર્શન કરાનારાઓએ કોરોનાની અને ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવી દીધા હતાં.

રેલી સ્વરૂપે નીકળેલા કાર્યકરો પણ કોરોના નિયમોનો ભંગ કરતાં જોવા મળ્યાં હતાં.
રેલી સ્વરૂપે નીકળેલા કાર્યકરો પણ કોરોના નિયમોનો ભંગ કરતાં જોવા મળ્યાં હતાં.

માસ્ક વગર ફોર્મ ભરવા આવ્યા
ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ બહુમાળી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પહોંચ્યા હતાં. રાજકીય પાર્ટીના ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની સાથે સાથે માસ્ક પણ પહેર્યા નહોતા. એક મેકથી બે ગજની દૂરી રાખવાનું વડાપ્રધાને વહેતું કરેલું સુત્ર ખુદ ભાજપના જ આગેવાનો અને કાર્યકરોએ અગાઉની માફક જ ભૂલાવી દીધું હતું. તમામ રાજકીય નેતાઓએ માસ્ક ન પહેરીને કોરોનાને આમંત્રણ આપવાની સાથે ચૂંટણી પ્રચાર અગાઉ જ કોરોના પ્રસાર-પ્રચાર શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું હતું.

ફોર્મ ભરવાના સ્થળ પર લોકોની ભીડ એકઠી થતાં પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો.
ફોર્મ ભરવાના સ્થળ પર લોકોની ભીડ એકઠી થતાં પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો.

શક્તિ પ્રદર્શન કરાયા
રાજકીય પાર્ટીઓએ ટિકિટ આપી અને કોંગ્રેસે ફોન પર જ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હોવાથી છેલ્લી ઘડીએ તમામ લોકો એક સાથે નીકળ્યાં હતાં. નેતાઓ પોતાના જીતના દાવાને મજબૂત કરતાં હોય તે રીતે શક્તિ પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતાં. સાથે ફોર્મ ભર્યા અગાઉ અને પછી રાજકીય નેતાઓ ફોટો સેશન કરાવતી વખતે માસ્ક પહેરવાનું પણ ભૂલી ગયા હતાં.રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓએ બળદગાડા અને ટ્રેકટરમાં આવીને શક્તિ પ્રદર્શન કર્યાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતો જોતા કોરોનાના એક પણ નિયમ કે સોશિયલ ડિસ્ટન્સ કે પછી ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન થયું નહોતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો