તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતના પુણામાં બાઈક અકસ્માતના ઝઘડાની અદાવતમાં યુવક અને તેના ભાઈ પર ટોળાએ હુમલો કર્યો

સુરતએક મહિનો પહેલા
ટોળા દ્વારા હુમલો કરવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
  • બન્ને ભાઈ પર થયેલો હુમલો CCTVમાં કેદ થયો

પુણાની મુક્તિધામ સોસાયટીમાં સામાન્ય બાબતમાં યુવક અને તેના ભાઈ પર જાહેરમાં હુમલો કરાયો હોવાના CCTV સામે આવ્યા છે. બે દિવસ પહેલા બાઇક અકસ્માતને લઈ થયેલા ઝગડાની અદાવતમાં હુમલો કરાયો હોવાનું બહાર આવતા પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 15 થી 20ના ટોળા એ બન્ને ભાઈઓ પર હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હુમલાખોરો હાથમાં લાકડાના ફટકા લઈને આવ્યાં હતાં.
હુમલાખોરો હાથમાં લાકડાના ફટકા લઈને આવ્યાં હતાં.

જૂની અદાવતમાં હુમલો
પુણા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર,કલ્પેશભાઈ મનુભાઈ જાલંધરા રહે, મુક્તિધામ સોસાયટી બોમ્બે માર્કેટ પાસેના રહેવાસી અને જોબ વર્ક સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા બાઇક અકસ્માત થયા બાદ અજાણ્યા બાઇક ચાલક સાથે ઝઘડો થયો હતો. એની અદાવત રાખી નિલેશ ઉર્ફે કળિયાએ પોતાના માણસોની મદદથી હુમલો કર્યો હતો.

હુમલો થતાં લોકોનું પણ ટોળું ભેગું થઈ ગયું હતું.
હુમલો થતાં લોકોનું પણ ટોળું ભેગું થઈ ગયું હતું.

હુમલો CCTVમાં કેદ
કલ્પેશભાઈ ઉપરના હુમલાની આખી ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. કલ્પેશભાઈને બચાવવા આવેલા એમના ભાઈને પણ માર મરાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ કલ્પેશભાઈને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.બીજી તરફ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.