પાટીલના દાવામાં દમ છે:સુરતમાં છેલ્લા 1 મહિનામાં કરોડોની સુવિધામાં વધારો, PMથી લઈને CM અને મંત્રીઓએ કર્યા લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ, આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધાઓમાં વધારો

સુરતનો હાલ ગોલ્ડન સમય ચાલી રહ્યો છે, માગ્યા કરતાં પણ વધુ અને ઝડપથી મળે છે એવું નિવદેન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે. આજે સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની શરૂઆતના કાર્યક્રમમાં આ નિવેદન પાટીલ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા એક મહિનામાં 626 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી, રાજ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.

3 નવેમ્બરઃ ફોરેન પોસ્ટ ઓફિસનો પ્રારંભ
ભારત સરકારના સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સુરત ખાતે ભારતીય પોસ્ટ વિભાગના “આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્ર”નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રીમતિ દર્શનાબેન જરદોશ તથા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બીઝનેસ સેન્ટર સુરત હેડ પોસ્ટ ઓફીસ, મહિધરપુરા, સુરત ખાતે ચલાવવામાં આવશે. આ એક નિકાસલક્ષી સુવિધા કેન્દ્ર હશે જેનો હેતુ નિકાસકારોને પોસ્ટના માધ્યમથી નિકાસની સુવિધા પૂરી પાડવાનો રહેશે. આ સેન્ટરમાં ગ્રાહકોને પેકેજીંગ, બુકિંગ, કસ્ટમ દસ્તાવેજો તૈયાર કરવા વેગેરે પ્રકારની સેવાઓ પૂરી પાડવા માટે સમર્પિત સ્ટાફ રાખવામાં આવશે. આ સેન્ટર અંતરરાષ્ટ્રીય બુકિંગ માટે “One Stop Solution” બની રહેશે.

2 નવેમ્બરઃ 84.71 કરોડના રોડના કામને મુખ્યમંત્રીની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરના નગરજનો માટે દિવાળી પર્વે જન હિતકારી નિર્ણય લઇને આ મહાનગરમાં રોડ ડેવલપમેન્ટના કામો માટે 84.71 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના 84.71 કરોડ રૂપિયા માર્ગ મરામતના 302 કામો માટે ઉપયોગમાં લેવાની સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની દરખાસ્તને અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે સુરત મહાપાલિકા 2021-22ના વર્ષ માટે આ રૂ. 84.71 કરોડની રકમમાંથી વિવિધ 302 કામો હાથ ધરશે.

200 કરોડના ખર્ચે બનનાર પાટીદાર સમાજની હોસ્ટેલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત.
200 કરોડના ખર્ચે બનનાર પાટીદાર સમાજની હોસ્ટેલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત.

30 ઓક્ટોબરઃ 47 કરોડના ખર્ચે તાપી બ્રિજનું લોકાર્પણ
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તેમજ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.56 ઉપર સુરત જિલ્લાના માંડવી અને તરસાડાને જોડતા રૂા.47 કરોડના ખર્ચે તાપી નદી પર નવનિર્મિત પુલનું માર્ગ અને મકાન, વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

24 ઓક્ટોબરઃ સાંધિયેર ગામે 2.12 કરોડના ખર્ચે વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે રૂા.2.12 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. રૂ.65 લાખના ખર્ચે તૈયાર થયેલા સાંધિયેર-મોરથાણ રોડને જોડતા સ્લેબ ડ્રેઈનનું લોકાર્પણ, સાંધિયેર ગામે નવનિર્માણ થનાર ગ્રામ પંચાયત ભવન રૂ.14 લાખના ખર્ચે સાંધિયેર ગ્રામ પંચાયત ભવનનુ ભુમિપુજન, સાંધિયેર-કોસમ રોડ રૂ.75 લાખના ખર્ચે, સાયણ મેઈન રોડથી ગ્રામના પાદર સુધી રોડ રૂ.5 લાખના ખર્ચે, જલારામ સોસાયટીમાં ગટર લાઈન રૂ.2.75 લાખના ખર્ચે, પ્રાથમિક શાળામાં સ્લેબની મરામત રૂ.2 લાખના ખર્ચે, માહ્યાવંશી મહોલ્લામાં સી.સી.રોડનું કામ રૂ.1 લાખના ખર્ચે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 16 આવાસ રૂ.21.92 લાખના ખર્ચના વિકાસકામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીના હસ્તે 237 કરોડના વિકાસકામોની ભેટ.
મુખ્યમંત્રીના હસ્તે 237 કરોડના વિકાસકામોની ભેટ.

23 ઓક્ટોબરઃ ઓલપાડ ગામોમાં 2.20 કરોડના ખર્ચે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ગામો માટે રૂ.2.20 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું. જેમાં રૂ.67 લાખના ખર્ચે કોસમ-કંટાળા રોડ, રૂ.39 લાખના ખર્ચે ઈશનપોર-કરમલા રોડ, રૂ.30 લાખના ખર્ચે કરમલા-ઇશનપોર નહેર તરફ જતા રોડ, રૂ.4 લાખના ખર્ચે સ્નેહલ રેસિડેન્સીથી શાંતુભાઈના ઘર સુધી ડામર રોડનું ખાતમુહૂર્ત તેમજ રૂ.63 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18 આવાસ, રૂ. 11 લાખના ખર્ચે કરમલા દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળીના નવનિર્મિત મકાન, રૂ.5.69 લાખના ખર્ચે 15મા નાણાંપંચ યોજના હેઠળ મંજૂર થયેલ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

18 ઓક્ટોબરઃ 5.21 કરોડના 9 રસ્તાઓનું ખાતમુહૂર્ત
કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.5.21 કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા 9 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ.1.20 કરોડના ખર્ચે વિહારાથી મોરથાણ રોડ, રૂ.39 લાખના ખર્ચે વિહારાથી કાછબ રોડ, રૂ.37 લાખના ખર્ચે કંથરાજથી ઓભલા રોડ, રૂ.57 લાખના ખર્ચે કંથરાજથી સિથાણા રોડ, રૂ.39 લાખના ખર્ચે કાછબથી સ્યાદલા રોડ, રૂ.39 લાખના ખર્ચે ઓભલાથી સ્યાદલા રોડ, રૂ.77 લાખના ખર્ચે સ્યાદલાથી ભારૂંડી રોડ, રૂ.63 લાખના ખર્ચે માધરથી કારેલી રોડ, રૂ.50 લાખના ખર્ચે માધર-કારેલી સબ માઈનોર કેનાલ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાયણના ગ્રામજનો દ્વારા મંત્રીનો સત્કાર સમારોહ યોજાયો હતો.

84.71 કરોડના રોડના કામને મુખ્યમંત્રીની મંજૂરી.
84.71 કરોડના રોડના કામને મુખ્યમંત્રીની મંજૂરી.

17 ઓક્ટોબરઃ 5000 લીટર સંગ્રહ ક્ષમતા ધરાવતા બીસીયુ પ્લાન્ટનું લોકાર્પણ
શ્વેતક્રાંતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કોબા ગામે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સુમુલ ડેરીના સંયુક્ત પ્રયાસોથી રૂ.11.74 લાખના ખર્ચે નવનિર્મિત 5000 લીટર સંગ્રહ ક્ષમતા ધરાવતા બીસીયુ (બલ્ક ચિલીંગ યુનિટ) પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

15 ઓક્ટોબરઃ મુખ્યમંત્રીએ 237 કરોડના વિકાસકામોની ભેટ આપી
ભકિત-શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરત શહેર-જિલ્લાને રૂા.237 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. સુરત મનપા અને સુડાના રૂ.172 કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. માંડવી અને મહુવા ખાતે કુલ રૂ.60.29 કરોડના ખર્ચે સાકાર થનાર ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ આદર્શ નિવાસી શાળાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-ભૂમિપૂજન કરાયું હતું. આ સાથે સુરત શહેર-જિલ્લામાં રૂ.5.54 કરોડના ખર્ચે 6 ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ અને 16 એમ્બ્યુલન્સને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની શરૂઆત કરવામાં આવી.
સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની શરૂઆત કરવામાં આવી.

15 ઓક્ટોબરઃ મોદીના હસ્તે 200 કરોડના ખર્ચે બનનાર પાટીદાર સમાજની હોસ્ટેલનું ખાતમુહૂર્ત
''જાતિ અને પંથને વિકાસના માર્ગમાં અડચણ બનવા નહિ દેવાના સરદાર પટેલ સાહેબના સ્વપ્નને સૌ દેશવાસીઓ સાથે મળીને પૂર્ણ કરીશું. સરદાર સાહેબના આદર્શો અનુસાર પરસ્પર પ્રેમ અને સહયોગની ભાવના કેળવી ભાગ્યનિર્માણ કરવું જોઈએ. પાટીદાર સમાજની હોસ્ટેલમાં રહી યુવાનો જ્ઞાનશક્તિના માધ્યમથી તેમના પરિવાર, સમાજ અને દેશના ઘડતરમાં યોગદાન આપશે.'', એમ દશેરાના પવિત્ર દિને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતના વાલક પાટિયા ખાતે રૂ.200 કરોડના ખર્ચે સાકાર થનારી અત્યાધુનિક વિદ્યાર્થી ભવનનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હોસ્ટેલનું પ્રત્યક્ષ ખાતમુહૂર્ત કરી 'મતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન, સુરત' અને 'રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન'ના નિર્માણકાર્યનો પાયો નાંખ્યો હતો.

14 ઓક્ટોબરઃ 4.13 કરોડના ખર્ચે બનનાર 7 રસ્તાઓનું ખાતમુહૂર્ત
કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર અને જીણોદ ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.4.13 કરોડના ખર્ચે 7 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં મોર ગામે રૂ.1.82 કરોડના ખર્ચે 9 કિમીની લંબાઈના કુલ ત્રણ રસ્તાનું વાઈડનિંગ, રિસર્ફેસિંગ અને જીણોદ ગામે રૂ.2.31 કરોડના ખર્ચે કુલ 7 કિમીની લંબાઈના ચાર રસ્તાઓ પૈકી બે રસ્તાઓનું ડામરકામ, રિસર્ફેસિંગ અને હયાત કોઝવે અને નાળા પર નવા પુલના કામોનો સમાવેશ થાય છે. ઉપરાંત, મંત્રીએ વેલુક ગામની 'વેલુક મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી'ના મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું.

રાજ્યમંત્રી મુકેશ પટેલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે લોકાર્પણ.
રાજ્યમંત્રી મુકેશ પટેલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે લોકાર્પણ.

09 ઓક્ટોબરઃ 20 લાખના ખર્ચે નવનિર્મિત અટલ ટીંકરીંગ લેબ ખુલ્લી મૂકાઈ
કેન્દ્રીય રેલવે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કૃષિ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ટકારમા ગામે જ.ર.પટેલ ટકારમા વિભાગ માધ્યમિક શાળા ખાતે નીતિ આયોગ અને એલ. એન્ડ ટી. કંપનીના સહયોગથી અટલ ઈનોવેશન મિશન હેઠળ રૂ.20 લાખના ખર્ચે નવનિર્મિત અટલ ટીંકરીંગ લેબને ખુલ્લી મૂકવામાં આવી હતી.

07 ઓક્ટોબરઃ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ 4-D ટેકનોલોજીયુકત મશીનનું લોકાર્પણ
માતાના ગર્ભમાં રહેલા શિશુના નિદાન અને સારવારમાં ઉપયોગી એવા ન્યુવા આઈ-૯ કંપનીના વિશ્વના સૌથી આધુનિક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ 4-D ટેકનોલોજીયુકત મશીનનું લોકાર્પણ સાંસદ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂા.60 લાખની કિંમતનું આ મશીન ગર્ભસ્થ શિશુના નિદાન સારવારમાં આશીર્વાદરૂપ બનશે.

પૂર્ણેશભાઈ મોદીના હસ્તે તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.
પૂર્ણેશભાઈ મોદીના હસ્તે તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.

07 ઓક્ટોબરઃ મોદીના હસ્તે 1.60 કરોડના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યવ્યાપી 18 જેટલા PSA ઓકિસજન પ્લાન્ટોનુ ઈ-લોકાર્પણ કર્યુ હતું. જે પૈકી સુરત નવી સિવીલ હોસ્પિટલ ખાતે પીએમ કેરમાંથી નિર્મિત થયેલા PSA ઓકિસજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા તથા સાંસદ સી.આર.પાટીલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1.60 કરોડના ખર્ચે નિર્માણ થયેલો ઓકિસજન પ્લાન્ટ 3.74 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

04 ઓક્ટોબરઃ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના સંપાદિત જમીનના 42 કરોડના ચેક વિતરણ
સુરત જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદ સી.આર.પાટીલ અને પૂર્વમંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટર આયુષ ઓકના હસ્તે બારડોલી તાલુકાના નિણત, નોગામા અને ભુવાસણ ગામના 28 ખેડુત ખાતેદારોને રૂ.42 કરોડના વળતરના ચેકો એનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.