ભાસ્કર વિશેષ:વરસાદને લીધે પાકને નુકસાન, સફરજન 20% મોસંબી 30% અને ડ્રેગન ફ્રૂટ 33% સુધી મોંઘાં

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અતિવૃષ્ટિને કારણે શાકભાજી બાદ ફળોના ભાવ પણ ઉછળ્યા

દેશમાં ભારે વરસાદને કારણે એકતરફ શાકભાજીના ભાવ વધ્યા છે, તો હવે ફ્રૂટના ભાવ પણ ઉંચકાયા છે. ખાસ કરીને સફરજન, ડ્રેગન ફ્રૂટ અને ઓરેન્જમાં ભાવ વધારો વધુ છે. સફરજન 1 મહિનામાં કિલોએ 30 રૂપિયા (20%) સુધી અને ઓરેન્જના ભાવમાં 50 રૂપિયા (30%) સુધીનો વધારો થયો છે. ઓરેન્જ મધ્યપ્રદેશથી અને સફરજન હિમાચલથી આવે છે. આ બંને રાજ્યોમાં વરસાદ હોવાથી પાકને નુકસાન થયું હોવાથી ભાવ વધ્યા હોવાની માહિતી શહેરની એપીએમસી તરફથી જાણવા મળી છે.

વરસાદને કારણે ભાવમાં વધારો થયો છે
એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખ કહે છે કે, ‘છેલ્લાં એક મહિનાથી વરસાદ ખુબ જ વરસી રહ્યો છે. જેના કારણે સફરજના ભાવ ખુબ જ વધ્યા છે. સુરતમાં સફરજન હિમાચલ પ્રદેશમાંથી આવે છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી પાકને નુકસાન ગયું છે. જેથી સફરજનના ભાવમાં વધારો થયો છે. તેવી જ રીતે અન્ય પાકને પણ વરસાદને કારણે નુકસાન થયું છે.’

અન્ય સમાચારો પણ છે...