તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Amid Economic Crisis In Corona, Surat, Congress Came Out With A Demand For 50 Per Cent Fee Waiver In Private Schools And Colleges

કોંગ્રેસની લડત:સુરતમાં કોરોનામાં આર્થિક કટોકટી વચ્ચે ખાનગી શાળા-કોલેજોમાં 50 ટકા ફી માફીની માગ સાથે કોંગ્રેસ મેદાને ઉતરી

સુરત3 મહિનો પહેલા
સુરત કોંગ્રેસ પ્રમુખ નૈષદ દેસાઈ.
  • કોંગ્રેસ કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરશે

કોરોનાની માહામારીમાં આર્થિક કટોકટી વચ્ચે ખાનગી શાળા-કોલેજોમાં 50 ટકા ફી માફીની માગ સાથે કોંગ્રેસ મેદાને ઉતરી છે. સુરત કોંગ્રેસ પ્રમુખ નૈષદ દેસાઈએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે તૂટી ગયેલા શ્રમજીવી પરિવાર પર શિક્ષણનું ભારણ નહીં પડે એ માટે કોંગ્રેસ આજે કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરશે. એટલું જ નહીં પણ શાળા સંચાલકો અને વાલી મંડળો સાથે પણ ચર્ચા વિચારણા કરી આ મુદ્દાને હલ કરવાની કોશિશ કરશે. માહામારીના સમયમાં લગભગ 90 ટકા પરિવારને રાહત મળે એ હેતુથી કોંગ્રેસ લડત ઉપાડશે.

વિદ્યાર્થીઓને 50 ટકા ફીમાં રાહત આપવા માટે માગણી
નૈષદ દેસાઈ (પ્રમુખ, સુરત શહેર કોંગ્રેસ) એ જણાવ્યું હતું કે, વર્ષ-1990 પછી સુરતમાં સરકારી શાળા-કોલેજોની સંખ્યામાં વધારો નથી થયો, પણ ઘટાડો ચોક્કસ થથો છે, સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા-કોલેજોમાં સુવિધાઓનો સદંતર અભાવ છે. સરકારની પરવાનગીથી વેપાર ધંધાના આશયથી ખાનગી શાળાઓ કોલેજોનું નિર્માણ છેલ્લા 30 વર્ષથી થયું છે. માટે હાલની કોરોનાની આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને 3 વર્ષ માટે સરકારની ગ્રાન્ટ વિના ચાલતી ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને હાલના ફીના ધોરણમાં જે વિદ્યાર્થીઓના માતા-પિતાની સંયુક્ત રીતે વાર્ષિક આવક ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને 50 ટકા રાહત આપવા માટે માગણી કરી આજે કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદનપત્ર આપી લડત ની શરૂઆત કરશે.

શાળા સંચાલકો અને વાલી મંડળો સાથે પણ ચર્ચા વિચારણા કરી આ મુદ્દાને હલ કરવાની કોશિશ કરશે.
શાળા સંચાલકો અને વાલી મંડળો સાથે પણ ચર્ચા વિચારણા કરી આ મુદ્દાને હલ કરવાની કોશિશ કરશે.

લડતમાં વાલી મંડળ અને નિષ્ણાતોની પણ સલાહ લેવાશે
વધુમાં જણાવ્યું હતું કે, સરકારી શાળા કોલેજોના અભાવે સરકારી નીતિને કારણે ખાનગી શાળા કોલેજોનું સર્જન થયું છે માટે ખાનગી શાળા કોલેજોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફીના ધોરણમાં સબસીડી આપીને પણ સરકાર ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરે તેવી માગ છે. શ્રમજીવી પરિવાર ના બાળકોના અભ્યાસ ની આ લડતમાં વાલી મંડળ અને નિષ્ણાતોની પણ સલાહ લઇશું, આ પ્રશ્ન માત્ર સુરતનો નહીં આખા ગુજરાતનો છે એટલે સરકાર આ મુદ્દે ધ્યાન આપે એવી અપીલ છે.