તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિંબાયત સ્મશાન:સંગીતા પાટીલ સહિત 17 સામે ફોજદારીની માંગ

સુરત10 મહિનો પહેલા
સ્મશાનભુમિ માટે ‌વધુ રૂ.12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે - Divya Bhaskar
સ્મશાનભુમિ માટે ‌વધુ રૂ.12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે
  • બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, નીતિન ભરૂચાની પો. કમિ.ને અરજી
  • પાલિકાએ 4 કરોડ ચૂકવ્યા છતાં માત્ર ગ્રાઉન્ડ લેવલનું જ કામ થયું છે

લિંબાયત મુક્તિધામ હિન્દુ સ્મશાનભુમિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભુમિના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે નિતીન ભરુચાએ પોલીસ કમિશનરને અરજી કરી ટ્રસ્ટી ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 સામે ફોજદારી દાખલ કરવાની માંગ કરી છે. લિંબાયતમાં આ સ્મશાનભુમિ બનાવવા પાલિકા દ્વારા રૂ.6.41 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઇ હતી. જેમાંથી પાલિકાએ રૂ.4.04 કરોડ ટ્રસ્ટને ચુકવી દીધાં છે. હાલ સુધી આ સ્મશાનભુમિનું બાંધકામ ફુટિંગ અને ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ સ્મશાનભુમિ માટે ‌વધુ રૂ.12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. ત્યારે નિતિન ભરુચાએ સ્મશાનભુમિના બાંધકામમાં ભારે ભ્રષ્ટાચાર થયાની શંકા વ્યક્ત કરી તપાસ માટે પોલીસ કમિશનરને અરજી કરી છે.

લોકોના પૈસાનો દુરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાનો આક્ષેપ
અરજીમાં લિબાયત મુક્તિધામ સ્મશાનભુમિના ટ્રસ્ટી અને ધારાસભ્ય સંગીતા પાટિલ, છોટુ પાટીલ તથા પાલિકા અધિકારી સહીત 17 જણા દ્વારા લોકોના પૈસાનો દુરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.સુરત મહાનગર પાલિકા દ્વારા આ કામના કરાયેલા ઓડિટમાં પણ ક્ષતિ હોવાનું તથા સિડ્યુલ ઓફ રેટ કરતા પણ વધારે ખર્ચ કરાયાની મનપાની નોંધ પણ હોવાનું જણાવ્યું છે. ત્યારે આ તમામ સામે લોકોના પૈસાનો દુરવ્યય કરવા સહિતની કલમ લગાવીને ફોજદારી ગુનો દાખલ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

ચૂંટણી આવી રહી છે એટલે ખોટી અરજી કરાઇ છે
ટ્રસ્ટમાં હું છેલ્લા નંબરની ટ્રસ્ટી છું. તમામ કામ પ્રમુખ સહિતના સભ્યો જોઇ રહ્યો છે. આ બાંધકામની વાત છે ત્યાં સુધી મનપા દ્વારા કામગીરી કરવામાં આવે છે. ઓડિટ પણ થાય છે. ચૂંટણી આવે છે ત્યારે ખોટી રીતે અરજી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. - સંગીતા પાટિલ, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...