કોર્ટનો આદેશ:સુરતમાં રેતીના વેપારીના પુત્રને માર મારી ગોંધી રાખનાર લિંબાયતના PI સહિત 6 સામે ક્રિમિનલ કેસ નોંધો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિંબાયત પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
લિંબાયત પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • રેતીના વેપારીઓના પુત્રએ કોર્ટ રૂમમાં કપડાં કાઢીને પોતાના શરીરે થયેલા ઇજાના નિશાન બતાવ્યા હતા

સુરતના લિંબાયતમાં રેતીના વેપારીના પુત્રને મારામારીના કેસમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી બેફામ માર મારવાના કેસમાં લિંબાયત પીઆઇ ઝાલા, પીએસઆઇ સોલંકી સહિત છ કર્મચારીઓ સામે ક્રિમીનલ કેસ નોંધવા માટેનો આદેશ કરાયો છે. આગામી દિવસોમાં આ તમામની સામે સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે.

પીઠ, પડખા અને પગમાં ઢોર માર માર્યો હતો
લિંબાયત મદીના મસ્જીદ પાસેના શાસ્ત્રી ચોકમાં રહેતા અલી ઇસ્માઇલ ગોગા (મુળ રહે, વોરા સમની, જી,ભરૂચ) રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા છે. તેમનો પુત્ર આસીફને ચાર મહિના પહેલા લિંબાયત પોલીસનો ડિસ્ટાફ મારામારીના કેસમાં અંદર લઇ ગયો હતો. પોલીસ ચોકીમાં જ આસીફને રાખીને પીઠ, પડખા અને પગમાં ઢોર માર માર્યો હતો. આસીફના પિતા પોલીસમાં પૂછપરછ કરવા ગયા પરંતુ તેઓને કોઇ જવાબ મળ્યો ન હતો. ચાર દિવસ બાદ પોલીસે આસીફને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે આસીફે લિંબાયત પીઆઇ ઝાલા અને પીએસઆઇ સોલંકીની સામે ફરિયાદ કરી હતી. કોર્ટે પીઆઇ અને પીએસઆઇની સામે નોટિસ ઇસ્યુ કરીને કોર્ટમાં હાજર રહેવા માટે સૂચના આપી હતી.

323 મુજબ ક્રિમીનલ કેસ દાખલ કરવાનો હુકમ
પોલીસે ફરિયાદની સાથે જ સ્મીમેર હોસ્પિટલનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમ આસીફને કોઇ ઇજા થઇ ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ કોર્ટ રૂમમાં કપડાં કાઢીને પોતાના શરીરે થયેલા ઇજાના નિશાન બતાવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આસીફને નવી સિવિલમાં મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યો હતો. આ અંગે વકીલ અલ્તાફે માહિતી આપતા વકીલ અલ્તાફ ભરૂચીએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે અને તેઓએ સ્મીમેરમાં મેડીકલ રિપોર્ટમાં પણ છેડછાડ કરી હતી. કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઇને પીઆઇ ઝાલા, પીએસઆઇ સોલંકી, હે.કો. વિપુલ છગન, હે.કો. મહેન્દ્ર રઘુવીરસિંહ, પો.કો. અલ્પેશ ધીરૂભાઇ તેમજ લોકરક્ષકની સામે આઇપીસી-34, 166(એ) તથા 323 મુજબ ક્રિમીનલ કેસ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.