કાર્યવાહી:સ્વામીનારાયણ મંદિરના સંતને મારવાના મુદ્દે રાયોટિંગનો ગુનો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસાડના મંદિરના સ્વામીએ માતાજી વિશે ટિપ્પણી કરી હતી

અમરોલી જુના કોસાડ સ્વામીનારાયણ મંદિરમાં ટોળાએ સ્વામી અને સંતો તેમજ હરી ભક્તોને અપશબ્દો બોલી સ્વામીને માર માર્યો હતો. આ ઘટનામાં આખરે જ્ઞાનપ્રકાશદાસ સ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે માવદાન ગઢવી સહિત કેટલાક મોબાઇલ નંબરોના ધારકો તેમજ 15 થી 20 ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.

અમરોલી જુના કોસાડ સ્વામીનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ પ્રવચન વિડીયો 13મી તારીખે સવારે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં એક પ્રસંગની વાત કરી જેમાં સ્વામીએ જુનાગઢમાં અતિ પ્રસિધ્ધ એવા નાગબાઈ માતાજી વિશે ટિપ્પણી કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આ પ્રવચનને કારણે ગુજરાતભરમાંથી સ્વામી પર ફોન આવ્યા હતા. આખરે સ્વામીએ પ્રવચન સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી ભક્તોની માફી માગી તેનો વિડીયો અપલોડ કર્યો હતો.

ગુરુવારે બપોરે માતાજીના ભક્તોએ સ્વામીનારાયણ મંદિરમાં નકુચો તોડી અંદર ઘુસી ગયા હતા. પછી અંદર બેઠેલા હરીભક્તો, સંતો અને સ્વામીને અપશબ્દો બોલી ટોળાએ હુમલો કરી દીધો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્વામીએ હરિભક્તો સાથે અમરોલી પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા. પોલીસે ફરિયાદ લેવાની શરૂઆત કરી હતી. બાદમાં સમાધાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...