ફરિયાદ:અમેરિકાના નામે છૂટાછેડા લઈ પ્રેમલગ્ન કરનાર સામે રેપનો ગુનો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણામાં છૂટાછેડા બાદ પત્ની સાથે સંબંધો રાખી યુવતીને ભગાડી લવમેરેજ કરી લીધા

પુણામાં પતિએ પત્નીને અમેરિકા જવાના બહાને વિશ્વાસમાં લઈ છૂટાછેડાનું લખાણ કરાવી 55 દિવસમાં મકાનમાલિકની દીકરીને ભગાડી જઈ લવમેરેજ કરી લીધા હતા. પત્ની સાથે પતિએ છૂટાછેટા બાદ પણ શરીર સંબંધ બાંધતા મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.‘મારે અમેરિકા ઈલલીગલ ધંધો કરવા માટે જવું છે’, તાપી જિલ્લાની 23 વર્ષીય પરિણીતાને પતિ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે કેમ કે પતિએ અમેરિકા જવાના બહાને પત્નીને વિશ્વાસમાં લઈ છૂટાછેડાનું લખાણ કરાવી લીધું દીધું હતું.

વિઝા માટે આપણે બન્ને છૂટાછેડા લેવા પડશે, એમ કહી પત્નીને પતિએ વિશ્વાસમાં લઈ 23મી જુલાઈએ બહુમાળી ભવન ખાતે જઈ છૂટાછેડાનું લખાણ નોટરી વકીલ પાસે કરાવી તેમાં બન્ને સહીઓ કરી હતી. વળી પત્નીને છૂટાછેડાની કોઈને જાણ ન કરવાની પતિએ વાત કરી હતી. બન્ને સાથે રહેતા હતા.

છૂટાછેડા થયા હોવા છતાં પતિએ પત્ની સાથે રહી શરીરસંબંધ પણ બાંધ્યા હતા. 12મી નવેમ્બરે પત્નીને પિયર મુકવા આવ્યો ત્યારે પતિએ પત્નીને કહ્યું કે કોઈ વેપારીનો ફોન આવે છે મારે જવુ પડશે એમ કહી ચાલી ગયો હતો. બીજા દિવસે 13મી નવેમ્બરે મકાનમાલિકનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે સુરેશ મારી દીકરીને ભગાડી ગયો છે અને 16મી સપ્ટેમ્બરે લવ મેરેજ પણ કરી લીધા છે. પત્નીએ મિસીંગની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...