સામાન્ય રીતે દરેક વ્યક્તિ કોઈને કોઈ પોલિસી લેતી હોય છે. આ પોલીસે જ્યારે પ્રીમિયમ ભરવાનું પૂર્ણ થઈ જાય છે ત્યારે જે તે પોલિસીધારકને તેના રૂપિયા કંપની તરફથી પરત મળી જતા હોય છે. સાયબર ક્રાઇમ ક્રિમિનલ કે ભેજાબાજ કેવો પોલિસી ધારકોની ડીટેલ એકત્રિત કરીને તેમને ફોન કોલ કરે છે અને તમારી પોલિસી પાકી ગઈ છે. તમારા રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે એવું કહેવામાં આવે છે. જેના માટે કેટલાક રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે આપવા પડશે એ પ્રકારની વાત કરીને સામે વાળાને ફસાવી દેતા હોય છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ મળતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે.
વીમા પોલિસીને લઈને ફોન કોલ કરીને કેટલાક બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે અને તેમાં સર્વિસ ચાર્જ જમા કરાવવા માટેનું કહેવામાં આવે છે. આવી જ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ફોન કોલના આધારે ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી બે આરોપી ઝડપી પાડ્યા છે. મહંમદ રજા અને મધુ શર્મા નામની મહિલાને દિલ્હીથી ઝડપી પાડી સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. આ ટોળકી દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશન સહિત ચોક પોલીસ સ્ટેશન, મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્રના પુના શહેરમાં પણ પોલિસીધારકો પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના કહેવા પ્રમાણે સાયબર ક્રાઇમની ટોળકીઓ ખૂબ જ સક્રિય થઇ છે. નવી નવી સ્કીમને આધારે પૈસા પડાવી લેતા હોય છે. દિલ્હીથી ઝડપાયેલા આ બંને આરોપીઓ જસ્ટ ડાયલમાંથી અલગ અલગ વીમા કંપનીઓની પોલિસી લેનારા ગ્રાહકોની વિગતો મેળવીને તેમને ફોન કોલ કરવામાં આવતા હતા. અને રૂપિયા પરત આપવાના નામે સર્વિસ ચાર્જ વસૂલીને કેટલાક એક બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું.
આ બંને આરોપીઓ જે હાલ દિલ્હીમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. તેમની પાસેથી કેટલીક બેંકની પાસબુક મળી આવી છે કે, જેમાં તેઓ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહેતા હતા. ચારથી પાંચ જેટલા સીમ કાર્ડ પણ મળી આવ્યા છે, જેના દ્વારા તેઓ ગ્રાહકોને ફોન કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરી છે. ત્યારબાદ આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે રોડ કર્યું છે તેની વિગત પ્રાપ્ત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.