ફરિયાદ:કતારગામમાં સમાજની છોકરીઓ અંગે કોમેન્ટ કરનારા સામે ગુનો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે રત્નકલાકાર વચ્ચે ઝઘડો થયો હતો

કતારગામમાં હીરાના કારખાનામાં નોકરી કરતા 2 રત્ન કલાકાર વચ્ચે અંદરોઅંદર ઝઘડો થયો હતો. આ ઝઘડમાં એક રત્ન કલાકારે સાથી રત્ન કલાકારને કહ્યું કે, તમારા સમાજની છોકરીઓ બહુ સરસ હોય છે તેથી આવી હલકી કોમેન્ટ કરનાર વિરુદ્ધ સાથી રત્ન કલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.

કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતો અશ્વીન(નામ બદલ્યું છે) કતારગામમાં એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે. તેની સાથે આરોપી કૌશિક ચૌહાણ નોકરી કરે છે. 15મી તારીખે રાત્રે અશ્વીન અને કૌશિક નોકરી પર હતા. ત્યાર તેમના બંન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડમાં કૌશિકે અશ્વીનને જણાવ્યું કહ્યું હતું કે, તમારા સમાજની છોકરીઓ બહુ સરસ હોય છે. તેથી અશ્વીને આ કોમેન્ટનો વાંધો લઈને આવું નહીં બોલવા કહેતા કૌશિક ઉશ્કેરાયો હતો.

અશ્વીને કહ્યું કે તારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે.કૌશિકે કહ્યું કે આવો કોઈ કાયદો નથી.મારું કોઈ કાંઈ બગાડી શકે નહીં. અશ્વીને કહ્યું કે તારામા હિંમત હોય તો કેમેરાની સામે આવી કોમેન્ટ કરી બતાવ.ત્યારે કૌશિકે મોબાઈલના કેમેરા સામે હલકી કોમેન્ટ કરી હતી. ત્યાર બાદ અશ્વીને કતારગામ પોલીસ સ્ટેશનમાં કૌશિક વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...