વેસુ વીઆઇપી રોડના વોક શોપર્સના ‘કિ એન્ડ કા’ કાફેમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ઉમરા પોલીસે મેનેજરની સામે કાર્યવાહી કરી છે. કાફેમાંથી કપલ બોક્સ દૂર કરવા પોલીસનું ફરમાન હોય છતાં મેનેજર અને માલિકે પોલીસ કમિશનરના જાહેરનામાને ઘોળીને પી ગયા હતા.
પોલીસે જાતે ફરિયાદી બની ‘કિ એન્ડ કા’ કાફેના મેનેજર અભિષેક રાજેશ ગોસ્વામી(20)(રહે,સુમન સાગર આવાસ,મગદલ્લા)ની સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબની કાર્યવાહી કરી છે. જયારે ‘કિ એન્ડ કા’ કાફેના માલિક સામે ઉમરા પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે એક તપાસનો વિષય છે. કાફેમાં બનાવેલા કપલ બોક્સમાં યુવક-યુવતીઓ ચા નાસ્તો કરવા માટે એકાંતમાં બેસી રહેતા હતા. જે તે સમયે પોલીસે કાફેમાં ચેકિંગ માટે આવ્યા ત્યારે પણ કપલ બોક્સમાં કેટલાક કપલો હાજર મળી આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.