કાર્યવાહી:ભટારમાં વૃદ્ધની મિલકત પચાવવા કારસો રચનાર ભાભી અને ભત્રીજી વિરુદ્ધ ગુનો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ બાહેધરીપત્રક બનાવી SMCમાં રજૂ કર્યું હતું

ભટારમાં રહેતા વુધ્ધનું આકરાણીમાંથી નામ કમી કરાવવા માટે ભાભી-ભત્રીજીએ તેમના નામે બોગસ બાહેધરી પત્રક બનાવી એસએમસીમાં રજૂ કયું હતું. પાલિકાએ નોટિસ મોકલતા જ ખેલ ઊંધો પડી ગયો હતો.જે અંગે પોલીસે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ભટાર ઓરોવીલ સોસાયટીમાં રહેતા શિવાકાંત રાજકિશોર દુબે (80)એ શીપ્રા બ્ર્મ્હકાંત દુબે અને દુર્ગાવતી બ્રહ્મકાંત દુબે (રહે, ઓરોવીલ સોસાયટી) સામે ફરિયાદ નોધાવી હતી અને જણાવ્યું હતું કે, ભાઈ બ્ર્મ્હાકાંતે મિલ્કતમાં તેમની હયાતીમાં સુરત મહાનગરપાલિકાના આકરાણીમાં એક્યુપાયર તરીકે નામ ચડાવ્યું હતુ.

જોકે તા.12 ફેબ્રુઆરીના રોજ પાલિકા દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવેલ હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપીઓએ આકરાણીમાંથી એક્યુપાયર તરીકેનંુ નામ કમી કરવા માટે અરજી કરી છે. નોટિસ મળતા શિવાકાંતભાઈએ પાલિકામાં આરટીઆઈ કરી માહિતી માંગતા બહાર આવ્યું હતું કે, આરોપીઓએ શિવાકાંતની જાણ બહાર ખોટી બાહેધરી પત્રક બનાવી ખોટી સહી કરી હોવાનું બહાર આવ્યું હતુ. મિલ્કત પચાવી પાડવા માટે બોગસ અને ખોટા બાહેધરી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. તેમજ ભાભી અને ભત્રીજાએ ખોટો બાહેધરી પત્રક બનાવીને એસએમસીમાં રજૂ કરતા પોલીસમાં ફોજદારી ગુનો દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...