કાર્યવાહી:બોગસ ડોક્યુમેન્ટથી મુંબઇના વૃદ્ધની મિલકત પચાવી પાડનાર નાનપુરાની ટોળકી સામે ગુનો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટોળકીએ પારસી વૃદ્ધ સાથે 30 લાખ રૂપિયામાં મિલકતનો સોદો કર્યો હતો
  • લેન્ડગ્રેબિંગ હેઠળ જમીન દલાલની ધરપકડ, અનસ રંગરેજ સહિત 3 ફરાર

મુંબઈના વૃદ્ધ પારસીની નાનપુરાની મિલકત ખંડેરાવપુરાના અનસ રંગરેજની ટોળકીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી કબજો કરી લઇ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. પારસી વૃદ્ધે ફરિયાદ આપતા અઠવાલાઇન્સ પોલીસે ખંડેરાવપુરાના અનસ રંગરેજ સહિત ટોળકી સામે ચીટીંગ અને લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી જમીન દલાલને પકડી પાડયો છે.

મુંબઈના ભાટિયા કો.ઓ.સોસાયટીમાં રહેતા અને જરથોષ્ઠી ચેમ્બર ઓફ કોમર્સમાં નોકરી કરતા 68 વર્ષીય અસ્પી મિનોચર આંટીયાની નાનપુરાની મિલકતનો ખંડેરાવપુરાના અનસ રંગરેજે દલાલ મોહસિન મારફત 30 લાખમાં સોદો કર્યો હતો. તે વખતે વૃદ્વને દલાલ અને અનસે બિલ્ડર લોબીમાં પોતે મોટી પાર્ટી હોવાનું કહ્યું હતું. બાના પેટે આપેલો 50 હજારનો ચેક રિટર્ન થયો હતો.

વૃદ્ધએ અનસની તપાસ કરતા બિલ્ડર લોબીનો માણસ ન હોવાનું જાણવા મળ્યું હતું. એવી ખબર પડી કે અનસ ખોટી રીતે સોદાઓ કરી જમીનના કબજા આપવાના બહાને મોટી રકમની ખંડણી માંગતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી વૃદ્વએ સાટાખત રદ વકીલ મારફતે નોટીસ આપી હતી. સકીનાબીબી અન્સારી અને તેનો પતિ મોહંમદ દાઉદ અન્સારી મિલકતના માલિક ન હોવા છતાં તેઓ દલાલ મોહસિન કુરેશીને મિલકતની કબજા રસીદ કમ વેચાણ કરાર કરી આપ્યો હતો.

વૃદ્ધે ફરિયાદ આપતા અઠવાલાઇન્સ પોલીસે અનસ શફી રંગરેજ(રૂદરપુરા,નાનપુરા), જમીન દલાલ મોહસિન અલ્લારખા કુરેશી(નાનપુરા), સકીના દાઉદ અંસારી અને દાઉદ મુહમ્મદ હુસેન અંસારી(બંને રહે, બનારસી મહોલ્લો, નાનપુરા) સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે જમીન દલાલ મોહસિન કુરેશીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ ભાગી ગયા હતા.

દોઢ લાખ આપી સાટાખત કરાવ્યો હતો
68 વર્ષીય પારસી વૃદ્ધ અસ્પી મિનોચર આંટીયાએ નાનપુરા ખાતેની પોતાની વડીલોપાર્જિત મિલકતનો જમીન દલાલ મોહસિન કુરેશી મારફત અનસ રંગરેજ સાથે 30 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. જેમાં અનસ રંગરેજે બાના પેટે 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ અનસે પારસી વૃદ્ધને 1.51 લાખ રૂપિયા આપીને સાટાખત કરાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...