વીડિયો વાઇરલ:સુરતમાં તિરંગાયાત્રામાં જ ઉંધો રાષ્ટ્રધ્વજ પકડતા આપ કોર્પોરેટર સામે ગુનો નોંધાયો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સીમાડાનાકાથી નીકળેલી યાત્રાનો વીડિયો ફરતો થયો હતો
  • રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાથી ફરિયાદ થઈ હતી

આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભના કેવડીયાએ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા સરથાણા પોલીસે ગુનો નોંધ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મહિના પહેલા તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતું. જેમાં વોર્ડ નં-16ના મહિલા કોર્પોરેટર શોભના કેવડીયાએ રાષ્ટ્રધ્વજને ઉંધો પકડયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે એક જાગૃત નાગરિકે આ બાબતે સરથાણા પોલીસમાં અરજી કરી હતી.

અરજીના આધારે પોલીસે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભના કિરીટ કેવડીયા (રહે.ઈશ્વરનગર સોસાયટી, પુણાગામ)ની સામે ગુનો નોંધ્યો છે. સરથાણા યોગીચોક કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને કોંસબા ખાતે રેતીનો ધંધો કરતા પ્રણવભાઈ મગનભાઈ પટેલે ફરિયાદ આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 11મી માર્ચ મહિનામાં આમ આદમી પાર્ટી દ્વારા સીમાડાનાકા પાસે કાર્યાલય ખાતેથી તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નં-16ના મહિલા કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઈ કેવડીયાએ રાષ્ટ્રધ્વજ ઉંધો પકડી લહેરાવતા હતા. જયારે અન્ય કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ સીધો પકડયો હતો.

અન્ય સમાચારો પણ છે...