તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વરાછામાં પરિણીતાને 80 હજારમાં ખરીદવાની વાત કરનાર સામે ગુનો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ-બાળકોને મારવાની ધમકી આપી

‘જો તું મારી પાસે આવીશ નહિં તો હું તારા પતિને તથા તારા છોકરાઓને જાનથી મારી નાંખીશ’ મહિલાને તેના સંબંધીએ ફોન પર એવી ધમકી આપતા મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે વરાછા પોલીસે રમેશ બચુ ડાભી સામે ગુનો નોંધ્યો છે. વરાછા મારૂતિ ચોક પાસે રહેતી 23 વર્ષીય પરિણીતાને 3 અને 5 તારીખે બપોરે સંબંધીએ મોબાઇલ પર ધમકી આપી હતી.

વધુમાં સંબંધીએ મહિલાને ફોન પર કહ્યું હતું કે, હું તને મારા ઘરમાં બેસાડવા માંગુ છું અને તારા પતિને પૈસા આપી દઈશ’ ત્યારબાદ તેણે મહિલાને ગાળો આપી હતી. વધુમાં રમેશે મહિલાના પતિને કહ્યું કે, મંે મારૂં મકાન 80 હજારમાં વેચી દીધું છે. જેથી તંુ તારી પત્નીને મને 80 હજારમાં આપી દે. આવી વાત કરતા પતિએ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર પછી પણ ફોન કરી સંબંધી મહિલાને ધમકી આપતો હતો જેથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા પતિએ વરાછા પોલીસમાં પત્ની પાસે ફરિયાદ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...