વેસુમાં ચાર પારસી મહિલાઓની માલિકીની કરોડોની કિંમતની જમીનમાં બોગસ ડોક્યુમેન્ટો બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ કોર્ટ કમિશન પહેલા જમીનમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી તાળું તોડી બોર્ડ ઉતારી નાખ્યું હતું. એટલું જ નહિ તેના પન્ટરોએ પારસી મહિલાઓને મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે પોલીસ આરોપીઓ સામે રાયોટિંગ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે.
પારસી મહિલાના પિતાએ નટવરલાલ કાબરાવાલાને જમીન વેચાણ કરી ન હતી છતાં આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટથી જમીન પચાવી પાડી હતી. આ મામલે 2021માં ઉમરા પોલીસમાં લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો ત્યારે પણ નટવરલાલ કાબરાવાલાએ કોઈ હક્ક હિસ્સો હોવાનો દાવો કર્યો ન હતો.
વકીલપુત્ર અને નટવરલાલ એક જ સોસાયટીમાં રહે છે. જુન-21માં વકીલપુત્રએ નટવરલાલ કાબરાવાલાના કેસોની ફાઇલ આપી હતી. જેમાં 1985નો વેચાણ કરાર મળી આવેલ હોવાની ખોટી હકીકતો નટવરલાલએ ઉપજાવી કાઢી ખોટો વેચાણ કરાર આધારે આ જમીનનો વહીવટ કરવા આરોપી મહેશ ચાવડાને પાવર ઓફ એટર્ની આપી છે. આરોપીઓએ મેળાપીપણામાં બન્ને ખોટા દસ્તાવેજ ખોટા તૈયાર કર્યા હતા. જયારે દીપક મિશ્રા, દિપક પાંડે અને યાકુબએ ધમકી આપી હતી એટલું જ નહીં તે પારસી મહિલાના ઘરે આવી જમીન વેચાણ કરવા દબાણ કરી કાગળોની માંગણી કરતો હતો.
આ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ
75 વર્ષીય ફેની એરચ ગુલેસ્તાન રૂસ્તમસજી વેસુનાએ આપેલી ફરિયાદ આધારે વેસુ પોલીસે નટવરલાલ દેવચંદ્ર કાબરાવાલા, ઉમેશ નટવરલાલ કાબરાવાલા(બંને રહે,દિવ્યપ્રભા સોસા,અડાજણ), મહેશ હીરા ચાવડા(રહે,રામનિવાસ, અલથાણ), વકીલપુત્ર મિતેશ સુરેશચંદ્ર કેલાવાલા(રહે,દિવ્યપ્રભા સોસા,અડાજણ), યાકુબ, દિપક મિશ્રા અને દિપક પાંડે સામે રાયોટીંગ અને ચીટીંગનો ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.