કાર્યવાહી:સિંગણપોરમાં લાકડાના તંબુમાં બાયોડીઝલ વેચતા 6 સામે ગુનો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેમિકલ, ડીઝલ સહિત કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સિગણપોર ડભોલી રોડ પર પતરાની શેડ બનાવી બેનંબરમાં બાયોડીઝલનો પમ્પ ખોલી સસ્તા ભાવે બસનાચાલકોને બાયો ડીઝલ વેચાણ કરતા 6 શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બાયો ડિઝલના 2 પમ્પ પર 3 મહિના પહેલા દરોડા પાડયા હતા. તે વખતે પોલીસે કેમિકલ અને ડિઝલનો જથ્થો, ટેન્કરો, પાઇપો, પતરાના ટાંકા, ટેમ્પો સહિત 48 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

જે તે વખતે પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. એફએસએલનો રિપોર્ટ આવતા સિંગણપોર પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે બાયોડીઝલનો વેપલો કરતા દશરથ ઉર્ફે દિલીપ ખિચી(45)(રહે,કતારગામ) અને ચિરાગ ગોટી (રહે, વેડરોડ), પાર્થ જેઠવા (રહે, સિંગણપોર), વિનોદ યાદવ (રહે, યુપી), મનુ ઉર્ફે હરસુ ભાડકીયા(રહે, કતારગામ) અને અલ્પેશ સામે ગુનો નોંધ્યો છે.

ચિરાગ ગોટી સામે 2 ગુના નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે સિંગણપોર ડભોલી રોડ પર બાલાજી સોસાયટીની બાજુમાં પતરાની શેડમાં કેમિકલના ટેન્કરો લાવી પીપડામાં ખાલી કરતા હતા પછી ડીઝલ અને કેમિકલ મિશ્રણ કરતા હતા. પછી પમ્પ હોય તેવી રીતની સિસ્ટમ બનાવી બાયો ડીઝલ ભરી આપતા હતા. ડીઝલના કરતા બાયો ડીઝલમાં રૂ.12 થી 15 સસ્તું હતું.

અન્ય સમાચારો પણ છે...